26th January selfie contest

પોસ્ટ વિભાગની એક ભૂલના લીધે રજનીકાંત ચૂંટણીમાં મત ન નાખી શક્યા

PC: theweek.in

તમિલ સિનેમા ઇન્ડસ્ટ્રીઝના સૌથી ચર્ચિત એક્ટર્સ યુનિયનના ચૂંટણી નાડીગાર સંગમમાં રવિવારે ચેન્નઇમાં મતદાન થઇ રહ્યું છે, પરંતુ તમિલ સિનેમના સુપરસ્ટાર રજનીકાંત આ ચૂંટણીમાં મત આપી શક્યા ન હતા. તેની પાછળ પોસ્ટ વિભાગની આળસું કામગીરી કારણભૂત રહી હતી. પોસ્ટલ વોટ સમય પર નહીં પહોંચવાને કારણે મુંબઇમાં શૂટિંગમાં વ્યસ્ત રજનીકાંત મત આપી શક્યા ન હતા.

આ વાતનો ખુલાસો ખુદ રજનીકાંતે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર કર્યો છે. રજનીકાંતે લખ્યું કે, હું હાલમાં મુંબઇમાં શૂટિંગ કરી રહ્યો છું. મને આજે સાંજે 6.45 કલાકે નાડીગાર સંગમ ચૂંટણી માટે પોસ્ટલ બેલેટ મળ્યો છે. ઘણી કોશીશ હોવા છચાં તે મને પહેલા મળી શક્યું નથી. મને દુખ છે મોડું થવાને લીધે હું મારો મત આપી શક્યો નથી. આ ઘણું અજીબ અને કમનસીબ છે. આવું થવું જોઇતું ન હતું.

યુનિયનની ચૂંટણીમાં તમિલનાડુ સરકારના હસ્તક્ષેપ બાદ આ ચૂંટણી ચર્ચાના કેન્દ્રમાં છે. જિલ્લા રજિસ્ટ્ર્રાર એન શેખરને મુદ્દાઓનું નિવારણણ ન થાય ત્યાં સુધી TFPC ના અધિકારી તરીકે નિમણુંક કરી દેવાઇ હતી. શેખર એ સમિતિની સભ્ય હતા જેમને TFPC માં અનિયમિતતાઓની તપાસ કરવા માટે સરકારને રિપોર્ટ સોંપી હતી. શેખર એક વર્ષ સુધી પદ પર રહેતા પરિષદ સંબંધિત બધી કાર્યવાહીના નિર્ણય લેતા હતા.

નાડીગર સંગમ યુનિયન 1952માં ચેન્નઇમાં બનાવવામાં આવ્યું હતું, જેમાં તમિલનાડુની ફિલ્મો, ટેલિવિઝન અને સ્ટેજ એક્ટર મળીને લગભગ 3000 સભ્યો છે. દર ત્રણ વર્ષે તેમના અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવે છે. 2015 થી અત્યાર સુધી નાસ્સર આના પ્રમુખ રહ્યાં છે.

 

 

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp