26th January selfie contest

મુંબઈ પોલીસે રાખી સાવંતની કરી ધરપકડ, શર્લિન ચોપરાની ફરિયાદ બાદ મોટો ઝટકો

PC: twitter.com

રાખી સાવંતની અંબોલી પોલીસે 19 જાન્યુઆરીના રોજ ધરપકડ કરી લીધી છે. રાખીને આજે બપોરે 3 વાગ્યે તેની ડાન્સ એકેડમી લૉન્ચ કરવાની હતી, જ્યાં તેણે તેના પતિ આદિલ ખાન દુર્રાનીની સાથે ભાગીદારી કરી હતી. રાખી સાવંતની ગત વર્ષે શર્લિન ચોપરા દ્વારા કરવામાં આવેલી એક FIRના મામલામાં 19 જાન્યુઆરીને ગુરુવારના રોજ ધરપકડ કરવામાં આવી છે. અભિનેત્રી શર્લિન ચોપરાએ આ સમાચારની પુષ્ટિ કરી અને ટ્વિટ કર્યું, 'અંબોલી પોલીસે FIR 883/2022ના મામલામાં રાખી સાવંતની ધરપકડ કરી છે. કાલે રાખી સાવંતના ABA 1870/2022ને મુંબઈ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી.

રાખીની ધરપકડ પર પોલીસ

મુંબઈ પોલીસે જણાવ્યું છે કે, શર્લિન ચોપરાની ફરિયાદ પર રાખી સાવંતની સામે IPC અને IT એક્ટની ઘણી કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. ફરિયાદીનો આરોપ છે કે તેણે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચોપરાનો અપમાનજનક વીડિયો બતાવ્યો અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો. ગયા વર્ષે, રાખીએ પોલીસને જણાવ્યું હતું કે શર્લિન ચોપરાએ 6 નવેમ્બર 2022ના રોજ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તેણે તેની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.

રાખી અને શર્લિનની લડાઈ

રાખીએ બાદમાં મીડિયાને કહ્યું, 'મને એ કહેતા ખૂબ જ દુ:ખ થઈ રહ્યું છે કે, તેણે મારા વિશે કરેલી ટિપ્પણીઓને કારણે મારા જીવનમાં અશાંતિ છવાઈ ગઈ છે. તેના કારણે, મારા હાલના પ્રેમીએ મને પૂછ્યું છે કે શું શર્લિન જે કહી રહી છે તેમાં કોઈ સત્ય છે? શું ખરેખર મારા 10 બોયફ્રેન્ડ છે? તે હમણાં જ આવી અને મીડિયામાં જે કઈં પણ કહેવા માંગતી હતી તે કહી દીધું અને હવે મારે તેના માટે ચૂકવણી કરવી પડશે.

રાખી અને આદિલના લગ્ન

રાખી સાવંત હાલમાં જ આદિલ ખાન સાથેના તેના સિક્રેટ વેડિંગના સમાચાર સામે આવ્યા પછી ચર્ચામાં છે. બાદમાં રાખીએ ખુલાસો કર્યો કે, તેણે ગયા વર્ષે આદિલ સાથે લગ્ન કર્યા હતા. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર પણ તેમના લગ્નના સર્ટિફિકેટનો ફોટો પણ શેર કર્યો છે. જેમાં બતાવવામાં આવ્યું છે કે લગ્ન 29 મે, 2022ના રોજ થયા હતા.

પ્રેગ્નનેન્સીના સમાચારને નકારી કાઢ્યા

રિપોર્ટ મુજબ, રાખીએ કહ્યું કે, 'આખરે, હું ખૂબ જ ઉત્સાહિત છું અને મેં લગ્ન કરી લીધાં છે, મારો પ્રેમ તમારા માટે ફોરેવર બિનશરતી પ્રેમ આદિલ છે.' આ સાથે જ તેની પ્રેગ્નનેન્સીની અફવાઓ વિશે પૂછ્યું, ત્યારે તેણે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે, કોઈ ટિપ્પણી નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp