જેલથી બહાર આવતા જ રાખીનો પતિ આદિલ ખાન બોલ્યો- હવે કોઈ મને જેલ મોકલીને...

PC: instagram.com/koimoi

ઈન્ટરનેટ સેન્સેશન અને ડ્રામા ક્વીન રાખી સાવંત મોટા ભાગે ચર્ચામાં રહે છે. આ વર્ષની શરૂઆતમાં પહેલા તે (રાખી સાવંત) આદિલ ખાન સાથે લગ્ન કરવા અને ધર્મ બદલવાને લઈને ચર્ચામાં રહી હતી. ત્યારબાદ એક્ટ્રેસે આદિલ ખાન પર ખૂબ જ ગંભીર આરોપ લગાવતા તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ આદિલ ખાનની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે 6 મહિના બાદ આદિલ ખાન જેલથી બહાર આવી ગયો છે અને આવતા જ તેણે ધમકી આપી દીધી કે તે હવે દુનિવાળાઓ સામે બધુ બતાવવાનો છે.

રાખી સાવંતે થોડા મહિના અગાઉ પોતાના પતિ આદિલ ખાન પર ઘરેલુ હિંસા જેવા ઘણા ગંભીર આરોપ લગાવતા તેને જેલની અંદર કરાવી દીધો હતો. તેણે એ પણ ખુલાસો કર્યો હતો કે તે આદિલ ખાનને તલાક આપવાની છે. હવે આદિલ ખાન ઘણા સમય સુધી મૈસૂર સ્થિત જેલમાં રહ્યા બાદ બહાર આવી ગયો છે. હવે પાપારાજી સાથે વાત કરતા આદિલ ખાને કહ્યું કે, તે બધુ જ સમય પર બતાવશે. તેણે જણાવ્યું કે, તે પ્રેસ કોન્ફરન્સન કરીને જલદી જ આખું સત્ય બતાવવાનો છે. મારી સાથે ખૂબ ખોટું થયું છે.

 
 
 
View this post on Instagram

A post shared by Koimoi.com (@koimoi)

તેણે આગળ કહ્યું કે, હું થોડા દિવસ બાદ પ્રેસ કોન્ફરન્સ કરીશ અને બધુ જ કહીશ. હવે કોઈ આવીને મને જેલ મોકલીને પબ્લિસિટી તો નહીં લઈ શકે. હું તમને બતાવીશ કે એ શું, કેમ અને કયા કારણે થયું હતું. મારી સાઇડ  પ્રોપર બતાવીશ. હું બતાવીશ કે કઈ રીતે મને ફ્રેમ કરવામાં આવ્યો. રાખી સાવંત સાથે સાથે કેટલાક અન્ય લોકો પણ સામેલ હતા. ખબર પડશે શું શું થયું હતું મારી સાથે. મારે કરોડો આપવાના છે કે મારી પાસે આવવાના છે.

વીડિયો જોઈને એટલું તો સ્પષ્ટ છે કે આદિલ ખાન રાખી સાવંત માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. હાલમાં તે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં શું બતાવવાનો છે એ તો તે જ જાણે. હાલમાં આ વીડિયો પણ લોકો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘સાચે જ ફસાઈ ગયો આ બિચારો.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘તારે એ પહેલા વિચારવું જોઈતું હતું, તે પાગલ સ્ત્રી છે, તને તેની બાબતે બધી ખબર હશે, તેની સાથે કોઈ ટકી શકતું નથી, કોઈ પણ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp