જે અફેરને કન્ફર્મ કરતા બચે છે સલમાન ખાન, રાખી સાવંતે ખોલી દીધી પોલ, બોલી- ભાભી..

PC: khabarchhe.com

જે સંબંધોને સલમાન ખાન કબૂલી શક્યો નથી, તેને પબ્લિકલી રાખી સાવંતે ડિક્લેર કરી દીધા છે. 25 નવેમ્બરના રોજ રાખી સાવંત પોતાનો જન્મ સેલિબ્રેટ કરી રહી છે. રાખી સાવંતનો બર્થડે સેલિબ્રેશન પીક પર છે. આ દરમિયાન રાખી સાવંતે ઇન્સ્ટા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાના સુપરહિટ સોંગ પરદેશિયા પર નાચતી નજરે પડી રહી છે. રાખી સાવંત કોની સાથે નાચી રહી છે તે વધુ ઇન્ટરેસ્ટિંગ છે. ડ્રામા ક્વીન રાખી સાવંત બોલિવુડ દબંગ સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ યુલિયા વંતુર સાથે નજરે પડી રહી છે.

તે યુલિયાને તેની સીટ પરથી ઉઠાડે છે અને તેનો હાથ પકડીને ડાન્સ કરવા લાગે છે. યુલિયા પણ ખુશી-ખુશીથી રાખીનો સાથ આપે છે અને પોતાના ક્લિયર ડાન્સ મૂવ્સને દેખાડીને લાઇલમાઇટ લૂંટી લે છે. રાખી સાવંતે આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું સ્વીટહાર્ટ ભાભી. વીડિયો પર રાખી સાવંતે લખ્યું કે, મારી ભાભી. ડ્રામા ક્વીને આ વીડિયો સલમાન ખાનને પણ ટેગ કર્યો છે. રેડ ડ્રેસમાં રાખી સ્ટનિંગ લાગી રહી છે. તો યુલિયા શાઇની આઉટફિટમાં સુંદર લાગી.

 
 
 
View this post on Instagram

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

વીડિયોમાં રાખી સાવંતનો બોયફ્રેન્ડ આદિલ દૂર્રાની પણ નજરે પડે છે. યુલિયા વંતુરને પબ્લિકલી ભાભી કહેવાથી રાખી સાવંત ચર્ચામાં આવી ગઈ છે. જે સંબંધને સલમાન ખાને આજ સુધી કબૂલ નથી કર્યા, એ જ સંબંધોને આમ લાઇમલાઇટમાં લાવીને મેહફિલ લૂંટવાનું કામ રાખી સાવંત જ કરી શકે છે. આશા છે કે રાખી સાવંતની આ બદમાશી જબંગ સલમાન ખાનને નારાજ ન કરે કેમ કે, તે તો રાખીના ફની નેચરને જાણે જ છે. આમ તો રાખી સાવંતના આ વીડિયો પર લોકોના મજેદાર કમેન્ટ પણ આવી રહ્યા છે.

એક યુઝરે લખ્યું- પહેલા ભાઈ જાનને તો પૂછી લો ભાભી બનાવવાની છે કે હજુ કોઈ બીજી આવશે. તો અન્ય એક યુઝરે લખ્યું. રાખીએ ભાભી બોલીને સ્પષ્ટ કરી દીધું છે કે સલમાન ખાન સિંગલ નથી. અન્ય એક વ્યક્તિએ રાખીને ટ્રોલ કરતા લખ્યું કે, એ બસ સલમાન ખાનને અટેન્શન મેળવવા માગે છે. અન્ય એક યુઝરે લખ્યું કે રાખી સાવંતે સલમાન ખાનના સંબંધોની પોલ ખોલી દીધી છે. રાખી સાવંતના આ ડાન્સ વીડિયો અને યુલિયા વંતુરને ભાભી બોલાવવા પર તમે શું કહેશો?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp