દયાબેન બનવાના સમાચારો પર રાખીએ તોડ્યું મૌન, કહી આ વાત

PC: Indiatv.in

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણીના સ્થાન વિશે દરરોજ નવા સમાચાર સાંભળવા મળે છે. છેલ્લા ઘણા દિવસોથી એવા સમાચાર હતા કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશાની જગ્યાએ રાખી ટંડન જોવા મળશે.

નાના પડદાની જાણીતી અભિનેત્રી રાખી ટંડન છેલ્લા ઘણા દિવસોથી હેડલાઇન્સમાં છે. ખરેખર, અભિનેત્રી વિશે એવા અહેવાલ છે કે, તે ટૂંક સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણીને રિપ્લેસ કરવા જઈ રહી છે. ચાહકો લાંબા સમયથી દિશાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ હવે લાગે છે કે પુનરાગમન કરવું મુશ્કેલ છે. મેકર્સ લાંબા સમયથી દિશા વાકાણીની જગ્યાએ અભિનેત્રીની શોધમાં હતા.

પરંતુ હજુ સુધી મેકર્સ તેની જગ્યા કોણ લેશે તે માટે કોઈ અભિનેત્રીને ફાઈનલ કરી શક્યા નથી. આવી સ્થિતિમાં દિશાના સ્થાને રાખીનું નામ લેવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો રાખી ટંડન દયાબેનનું પાત્ર ભજવતી જોવા મળશે. જોકે જ્યારે આ બાબતે રાખી સાથે વાત કરવામાં આવી તો તેનો જવાબ અલગ જ હતો. અભિનેત્રી રાખી ટંડને એ અહેવાલોને રદિયો આપ્યો છે કે તે આ શોમાં દયાબેનનું પાત્ર ભજવવાની છે. રાખીએ ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે, તે ઘણા સમયથી ઓનલાઈન પોતાનું નામ જોઈ રહી છે. જો આત્યાર સુધી આ અફવા બંધ ન થઈ તો મારે બોલવું પડશે.

રાખી ટંડને હમ પાંચમાં સ્વીટી માથુરની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેણે ઘણી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે. જેમાં દેખ ભાઈ દેખ, બની અપની બાત, તહકિકત, હીના, ગીત, મધુબાલા, નાગિન 4 અને અન્ય ઘણી સીરિયલોનો સમાવેશ થાય છે. તે બિગ બોસની બીજી સિઝનમાં પણ સ્પર્ધક રહી ચૂકી છે. એટલું જ નહીં, અભિનેત્રી 'ક્રિશ 3', 'મની હૈ તો હની હૈ', 'ગોલમાલ રિટર્ન્સ' અને 'થેંક યુ' જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp