ડ્રગ્સ કેસમાં નામ આવ્યા પછી રકુલ પહોંચી દિલ્હી હાઈકોર્ટ, કરી આ માગ

PC: tosshub.com

બોલિવુડમાં ડ્રગ્સ મામલાને લઇ રકુલ પ્રીત સિંહનું પણ નામ આવવાનું શરૂ થઇ ગયું હતું, જેને લઇ અભિનેત્રીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. દિલ્હી હાઈકોર્ટે અભિનેત્રી રકુલ પ્રીત સિંહની તે અરજી પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે, જેમાં તેમણે રિયા ચક્રવર્તી ડ્રગ કેસથી જોડનારી મીડિયા રિપોર્ટ પર રોક લગાવવાની માગ કરી છે. જજ નવીન ચાવલાએ રકુલની અરજી પર કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલય, પ્રસાર ભારતી અને ભારતીય પ્રેસ પરિષદને નોટિસ આપી જવાબ માગ્યો છે.

રકુલ પ્રીત સિંહની અરજી પર કાર્યવાહી કરતા કોર્ટે અધિકારીઓને કહ્યું કે તેઓ અભિનેત્રી રકુલની અરજીને અભિવેદન માને અને સુનાવણીની આવતી તારીખ 15 ઓક્ટોબર પહેલા આના પર નિર્ણય લે. હાઈકોર્ટે કહ્યું છે કે તેમને આશા છે કે રિયાથી જોડાયેલા કેસમાં રકુલથી સંબંધિત ખબરોમાં મીડિયા સંયમ રાખશે. કોર્ટે આશા વ્યક્ત કરી છે અરજીકર્તાથી સંબંધિત ખબરો જણાવતા સમયે મીડિયા હાઉસ પોતાની ખબરો પર સંયમ રાખશે, કેબલ ટીવી નિયમો, પ્રોગ્રામ કોડ તથા અન્ય દિશા નિર્દેશોનું પાલન કરશે.

જણાવી દઇએ કે, રકુલ પ્રીત સિંહે પોતાની અરજીમાં દાવો કર્યો છે કે, રિયા ચક્રવર્તી પોતાનું એ નિવેદન પાછું ખેંચી ચૂકી છે જેમાં તેણે કથિતપણે અરજીકર્તાનું  નામ લીધું હતું. તેમ છતાં મીડિયામાં આવી રહેલી ખબરોમાં તેને આ કેસમાં જોડવામાં આવી રહી છે.

 
 
 
View this post on Instagram

Throw kindness Around like confetti 🎉 ❤️ @feminaindia #fridayfeels

A post shared by Rakul Singh (@rakulpreet) on

રકુલે કહ્યું કે, આ મામલાની સુનાવણી હજુ ચાલી રહી છે એવામાં તેનું નામ આવવું અને મીડિયા ટ્રાયલ થવી ખોટી વાત છે. રકુલની દલીલ છે કે, મીડિયા આ રીતે તેની સામે ખોટું અભિયાન ચલાવી શકે નહીં. મારી છબિને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, એવામાં ચેનલો પર કાર્યવાહી થવી જોઇએ.

જણાવી દઇએ કે, રકુલ પ્રીતની સાથે ડ્રગ્સ કેસમાં સારા અલી ખાનનું નામ પણ સામે આવ્યું હતું. જોકે, આ વાત પર હજુ સુધી સારા અલી ખાનનું રિએક્શન આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp