કોણ બનશે નવો ડોન? શાહરૂખની ડોન તરીકે આ છેલ્લી ફિલ્મ હશે

PC: .koimoi.com

બોલિવુડની પોપ્યુલર ફિલ્મ 'ડોન'નો ત્રીજો ભાગ બનવા જઈ રહ્યો છે. ફરહાન અખ્તરની કંપની એક્સેલ એન્ટરટેઈનમેન્ટ આ સિક્વલનું બનાવી રહી છે. થોડા સમય પહેલા આ ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રએ ખુલાસો કર્યો હતો તેમા રણવીર સિંહનો કેમિયો હશે. પરંતુ હવે આ ફિલ્મને લઈ કેટલાક નવા અપડેટ્સ સામે આવ્યા છે. બોલિવૂડ હંગામા અનુસાર, આ ફિલ્મમાં શાહરૂખ પોતાના ડોનનું ટાઈટલ રણવીરને આપશે.

રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં શાહરૂખ પોતાનો ડોનનો રોલ રણવીરને ફોરવર્ડ કરશે જેથી ફિલ્મના આગામી ભાગોમાં રણવીર ડોનની ભૂમિકા ભજવે. તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 'ડોન 3'માં શાહરૂખ, રણવીર અને અમિતાભ બચ્ચન સાથે જોવા મળી શકે છે. જો આમ થશે તો ચાહકો માટે આ એક ટ્રીટ હશે. જો કે હજુ સુધી આ વાતને લઈ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ચંદ્ર બારોટ દ્વારા નિર્દેશિત એક્શન-થ્રિલર ફિલ્મ 'ડોન' 1978માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં બિગ બી સિવાય ઝીનત અમાન, પ્રાણ અને ઈફ્તેખારે મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ ફિલ્મની સ્ટોરી મોસ્ટ વોન્ટેડ ડોનની આસપાસ ફરે છે, જેને અમિતાભ બચ્ચન દ્વારા ખુબ સારી રીતે ભજવી હતી. આમાં તેઓ ડબલ રોલમાં હતા. ચંદ્ર બારોટ અને નરીમાન ઈરાની પહેલા સલીમ-જાવેદ પાસેથી ડોનની સ્ક્રિપ્ટ ખરીદવા કોઈ તૈયાર નહોતું.

શાહરૂખ ખાનના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે ટૂંક સમયમાં રાજકુમાર હિરાનીની ફિલ્મ 'ડંકી'માં જોવા મળશે. આ સિવાય તે સિદ્ધાર્થ આનંદની 'પઠાણ' અને એટલી કી 'જવાન'માં પણ જોવા મળશે. બીજી તરફ, રણવીર ડિરેક્ટર રોહિત શેટ્ટીની ફિલ્મ 'સર્કસ'માં જેકલીન ફર્નાન્ડીઝ અને પૂજા હેગડે સાથે જોવા મળશે. આ સિવાય તે આલિયા ભટ્ટ સાથે 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp