'સિમ્બા'ને પ્રમોટ કરીને આવી રીતે હનીમૂન ટાઇમ વિતાવી રહ્યો છે રણવીર

PC: brecorder.com

રણવીર સિંહે 14 નવેમ્બરે ઇટલીમાં લેક કોમોમાં દીપિકા પાદુકોણની સાથે લગ્ન કર્યા. ત્યારબાદ તેણે બેંગલોરમાં એક અને મુંબઇમાં બે રિસેપ્શન પાર્ટીઓ કરી. જો કે 14 નવેમ્બરથી લઇને હજી સુધી રણદીપ હનીમૂન પર રવાના નથી થયા. ત્રીજા રીસેપ્શન બાદ તેની ફિલ્મ સિંબાનુ ટ્રેલર વિડીયો રિલીઝ કરવામાં આવ્યુ અને ત્યારે રણવીર પોતાની આવનાર ફિલ્મના પ્રમોશનમા લાગી ગયો છે.

સુનિલ ગ્રોવરનો શો કાનપુર વાલે ખુરાનાજ 15 ડીસેમ્બરથી રાત્રે 9.30 વાગે પ્રસારિત થશે. આ શોના પહેલા એપિસોડમાં એક્ટર રણવીર સિંહ અને રોહિત શેટ્ટી નજર આવશે. રણવીર પોતાની ફિલ્મ સિંબાના પ્રમોશન માટે આ શો પર પહોંચશે. સુનિલ ગ્રોવરને પોતાના ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં રણવીર સિંહની સાથે એક કોમિક પરર્ફોમંસ આપી રહ્યા છે. સ્ટેજની વચ્ચે એક ટબ રાખવામાં આવ્યુ હતુ જેમાં રણવીર સિંહ અને સુનિલ ગ્રોવર મળીને પદ્માવતના ગીત 'બિનત દિલ કો' ને એક્ટ કરે છે.

આ એક્ટમાં રણવીર સિંહને અલાઉદ્દીન ખિલજીનો રોલ કર્યો અને રણવીર સિંહ તેની સાથે ખૂબ મસ્તી કરી રહ્યા છે સુનિલ ગ્રોવરે આ વીડિયોને પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યુ, ' જોવો કેવી રીતે રણવીર સિંહ પોતનુ હનિમૂન ટાઇમ સીંબાને પ્રમોટ કરતા વિતાવી રહ્યા છે.'ત્યાં કોમેડિયન કપિલ શર્મા પણ જલ્દી દ કપિલ શર્મા શો ની બીજી સીઝન લઇને આવી રહ્યા છે. આ સીઝનના પહેલા એપિસોડની શુટિંગ થઇ ગઇ છે. આ સીઝનના પહેલા એપિસોડમાં સુપરસ્ટાર સલમાન ખાન હશે. ખબરો અનુસાર સીઝનના બીજા એપિસોડમાં રણવીર સિંહ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp