અકબરે કહ્યું #MainBhiChowkidar, તો અભિનેત્રીએ કહ્યું-હવે કોઇ મહિલા સુરક્ષિત નહીં

PC: timesnownews.com

2019 લોકસભા ચૂંટણીને લઇને તમામ પાર્ટીઓ રાજકારણના રંગમાં રંગાઇ ગઇ છે. જેમાં PM નરેન્દ્ર મોદીનું #MainBhiChowkidar કેમ્પેઇન અત્યારે ખાસ્સું ચર્ચામાં છે, જેમાં લોકો ટ્વીટર પર #MainBhiChowkidar લખીને PM મોદીને પોતાનો સપોર્ટ આપી રહ્યા છે, જેમાં યૌન શોષણના આરોપમાં ઘેરાયેલા ભાજપના નેતા એમ.જે.અકબરે પણ #MainBhiChowkidar સાથે ટ્વીટ કરી હતી. જો કે તેમની ટ્વીટ બાદ લોકોએ તેમના આકરા શબ્દોમાં ટીકા કરી હતી

બોલિવુડ અભિનેત્રી રેણુકા શહાણે તો એમ.જે.અકબરની ટ્વીટને રીટ્વીટ કરીને કહ્યું હતું કે, જો તમે પણ ચોકીદાર હોવ તો કોઇ મહિલા સુરક્ષિત નથી. એટલું જ નહીં રેણુકાએ આ ટ્વીટમાં બેશર્મીની હદ હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ એમ.જે.અકબર પર યૌન શોષણનો આરોપ લાગ્યો હતો અને આરોપ લાગ્યા બાદ તેમને વિદેશ રાજ્યમંત્રીના પદ પરથી પણ રાજીનામું આપવું પડ્યું હતું.

અકબર પર 20 જેટલી મહિલા પત્રકારોએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp