એક સમયે અભિનેતાઓ રોહિત શેટ્ટીનો ફોન નહોતા ઉચકતા, હવે લાગે છે લાઇન

PC: hindustantimes.com

બોલિવુડમાં માત્ર અભિનેતાઓને જ સંઘર્ષ કરવો પડે છે એવું નથી પરંતુ ડાયરેક્ટર્સને પણ લાંબા સમય સુધી અભિનેતાઓના ઘરના ચક્કર કાપવા પડે છે. રોહિત શેટ્ટી પણ આવાં જ એક ડાયરેક્ટર છે જેમને લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. આજે રોહિત શેટ્ટીનો જન્મદિવસ છે. તેઓ ફેમસ સ્ટન્ટમેન એમબી શેટ્ટીના પુત્ર છે. પિતાના અવસાન બાદ રોહિતે ભણતર છોડી દેવું પડ્યું હતું કારણ કે બે બહેનો અને માતાની જવાબદારી તેના માથે આવી હતી.

એક ઇન્ટરવ્યુ દરમિયાન રોહિત શેટ્ટીએ કહ્યું કે, મારી પહેલી કમાણી 35 રૂપિયા હતી. ઘર ચલાવવા માટે પૈસા ન હતા એટલે કોલેજ છોડી અને કામ કરવાની શરૂઆત કરી. હું જાણતો હતો કે જો શિક્ષણ છોડીને કામ કરીશે તો જ ખર્ચો ચાલી રહેશે તેથી મેં ભણવાનું છોડી દીધું હતું.

17 વર્ષની વયે પોતાનું કેરીયર શરૂ કરનાર રોહિતે 'ફુલ અને કાંટે'થી પોતાની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતો. 2003માં  રોહિતે ડાયરેક્ટર તરીકે પહેલી ફિલ્મ ‘જમીન’ બનાવી પણ દર્શકો પર જાદુ ન કરી શકી. આ ફિલ્મ બાદ રોહિત પાસે ઘણાં પ્રોજેક્ટ આવ્યા પરંતુ અભિનેતાઓ કોઇ તેની સાથે કામ કરવા તૈયાર થતાં ન હતા. એ સમયે અજય દેવગણ ફરી રોહિતના વહારે આવ્યા અને સાથે મળીને ફિલ્મ ‘ગોલમાલ’ કરી. આ ફિલ્મ રોહિતના કેરીયરની સૌથી મોટી હિટ સાબિત થઇ. ગોલમાલના અત્યાર સુધી ચાર પાર્ટ આવી ચૂક્યા છે.

રોહિતે કહ્યું હતું કે, અજયની જગ્યા કોઇ ન લઇ શકે. તેને મને હંમેશા સપોર્ટ કર્યો છે. હું આજે જે છું તે અજયના લીધે જ છું

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp