ખિલજીના યાદગાર રોલ માટે રણવીરે ખાધાં 24 લાફા, જાણો કોને ફટકાર્યા

PC: dnaindia.com

ફિલ્મ 'પદ્માવત' રીલિઝ થયા પછી રણવીર સિંહના ખિલજીના અભિનયના વખાણ થઈ રહ્યા છે. જો કે રણવીર સિંહ કહે છે કે, તેના માટે ખિલજીનો રોલ કરવો ખૂબ અઘરો હતો. રણવીર કહે છે કે ખિલજી જેવું ખલનાયકનું પાત્ર ભજવવું તે મારા માટે ચેલેન્જિંગ હતું. 

રણવીર સિંહે જે રીતે ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજીનું પાત્ર ભજવ્યું છે, તેના માટે દર્શકોની વાહવાહી તેણે મેળવી લીધી છે. રણવીરે કરેલી તમામ ફિલ્મોમાંથી હવે આ ફિલ્મના તેના યાદગાર અભિનય માટે યાદ રાખવામાં આવશે. 

ફિલ્મ રીલિઝ થયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં રણવીરે કહ્યું હતું કે, 'આ રૉલ માટે મારે ખૂબ મહેનત કરવી પડી હતી અને રજા મુરાદ પાસેથી 24 થપ્પડો પણ ખાવા પડ્યા છે.'

વધુમાં રણવીર કહે છે કે, 45 ડિગ્રીના તાપમાનમાં પણ આ ફિલ્મનું શુટિંગ કરવું પડતું હતું, જેના કારણે મને ઉલટીઓ પણ થવા લાગતી હતી અને મારી તબિયત પણ લથડવા લાગતી હતી. 45 ડિગ્રીની ગરમીમાં ગાલ પર લાફા ખાવા તે સહેલું કામ ન હતું, તેવું પણ રણવીરે કહ્યું હતું. 

રણવીરે એવું પણ કહ્યું છે કે, ખિલજીના આટલા બધા યાદગાર રોલ કર્યાં પછી કદાચ હવે તે ફરી ક્યારેય નેગેટિવ રોલ કરશે નહીં. ફિલ્મ ગરમીના દિવસોમાં શુટ થઈ હતી, તેથી રણવીરની તબિયત અનેક વખત લથડી હતી. ગરમીમાં ભારે કોસ્ચ્યુમ પહેરીને અભિનય કરવું અઘરું લાગતું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp