સલમાન ખાનની આગામી ફિલ્મ 'ભારત'ના સેટ પરનો પહેલો ફોટો વાયરલ

PC: twitter.com/atulreellife

બોલિવુડના ભાઈજાન સલમાન ખાનની આગામી ફિલ્મ 'ભારત'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને સેટ પરથી ફિલ્મનો પહેલો ફોટો પણ સામે આવી ગયો છે, જે ઈન્ટરનેટ પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર આ ફોટો શેર કર્યો છે.

ફોટો શેર કરવાની સાથે ફિલ્મના ડિરેક્ટરે કહ્યું છે કે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને આ ફોટામાં સલમાન ખાન ફિલ્મ 'ભારત'ના ક્લેપ બોર્ડની પાછળ ઊભો રહેલો જોવા મળે છે. આ ફિલ્મ ઈદ 2019મા રીલિઝ થવાની છે. પોતાની ફિલ્મ માટે સલમાન ખાનને ટેગ કરીને લખ્યું છે કે એક દેશની સાથે એર વ્યક્તિની સફર. ઈદ 2019...

ફિલ્મના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે પોતાની પાછળની ટ્વીટમાં સલમાનની આગામી ફિલ્મનું પ્રી-પ્રોડક્શન કામ પૂર જોશમાં ચાલી રહ્યું હોવાનું કહ્યું હતું અને ટૂંક સમયમાં જ ફિલ્મ અંગેની ઘણી રસપ્રદ જાણકારીઓ મળશે તેવું જણાવ્યું હતું.

સલમાન સાથેની અબ્બાસની આ ત્રીજી ફિલ્મ છે. આ પહેલા 'સુલતાન' અને 'ટાઈગર ઝિંદા હૈ'માં બંનેએ સાથે કામ કર્યું છે. 'ભારત' ફિલ્મ 2014માં આવેલી દક્ષિણ કોરિયાની ફિલ્મ 'ઓડી ટુ માય ફાધર'થી પ્રેરિત છે. થોડા દિવસો પહેલાં જ કાળિયારના શિકાર કેસમાં દોષી સાબિત થયેલા સલમાનને જામીન મળતા તે મુંબઈ પાછો આવીને પોતાના બાકીના પ્રોજેક્ટને પૂરો કરવામાં લાગી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp