ફરીએકવાર સલમાન-શાહરૂખની જોડી સાથે જોવા મળશે

PC: thehindu.com

સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરુખ ખાન ટૂંક સમયમાં એક વાર ફરીથી મોટા પડદા પર સાથે જોવા મળશે. ફિલ્મ 'રેસ-3'ના રીલિઝ થવાની સાથે જ આનંદ એલ રાયના ડિરેક્શનમાં બની રહેલી શાહરુખ સાથેની ફિલ્મ 'ઝીરો'નો ટીઝર વીડિયો પણ રીલિઝ કરવામાં આવશે.

મીડિયાની વાત માનીએ તો આ ટીઝર વીડિયોમાં બંને એક્ટર્સ સાથે જોવા મળશે. ટીઝરમાં એક સીન છે જેમાં બંને કલાકારો બોક્સિંગ રીંગની અંદર ઊભા છે. મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે, આ એક ડાન્સ સીને છે, જેમાં બંને કલાકારો રિંગની અંદર ડાન્સ કરી રહ્યા છે. કેટલાક પસંદગીના ડિસ્ટ્રીબ્યૂટર્સ અને એક્ઝહિબીટર્સ માટે મંગળવારે મુંબઈમાં આ ટીઝર વીડિયોનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું.

ઈદના દિવસે સલમાનની ફિલ્મ સાથે તેને રીલિઝ કરવાથી તેને સારો રિસપોન્સ મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. તેની સાથે રેમો ડિસોઝા દિગ્દર્શિત આ ફિલ્મને ઈદ પર રીલિઝ થવાને લીધે સારી એવું ઓપનિંગ માર્કેટ મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. ફિલ્મના સેટેલાઈટ્સ રાઈટ્સ આશરે 130 કરોડ રૂપિયામાં વેચાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp