ટાસ્કના નામે કિસ કરતા સ્પર્ધકો પર સલમાન ગુસ્સે, દેશની માફી માગતા જુઓ શું કહ્યું

'બિગ બોસ OTT 2'ના એક એપિસોડને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આમાં કલાકાર જાદ હદીદ અને આકાંક્ષા પુરીએ એકબીજાને કિસ કરી હતી. કિસિંગના આ એપિસોડ પર ઉગ્ર વિવાદ શરૂ થયો હતો. જ્યારે મામલો વધી ગયો તો સલમાન ખાને સામે આવીને દર્શકોની માફી માંગવી પડી. તેણે સ્પર્ધકોને ઠપકો આપ્યો અને ભવિષ્ય માટે ચેતવણી આપી. આ વીકેન્ડ કા વારમાં સલમાને સ્પર્ધકો સાથે વાત કરી અને પોતાની નારાજગી વ્યક્ત કરી.
જાદ હદીદ એક્ટર અને મોડલ છે. લેબનોન દેશનો છે. સલમાને જાદ અને આકાંક્ષાને ડેયરના નામ પર કિસ કરવા બદલ ઠપકો પણ આપ્યો હતો. સલમાને તેને કહ્યું કે, જો તે તેના દેશમાં હોત તો પણ તેણે આવું જ કર્યું હોત? સલમાને પરિવારના તમામ સભ્યોને ઠપકો આપતા કહ્યું કે, તેની ફિલ્મોમાં કોઈ કિસિંગ સીન નથી હોતો, પરંતુ આ શોમાં આવું થયું છે અને કોઈએ કંઈ કહ્યું નથી. આ સિવાય બેબીકા ધ્રુવ સાથેની લડાઈની પણ ચર્ચા થઈ હતી.
સલમાને સ્પર્ધકોને કહ્યું, 'તમે અહીં કોઈ પાત્ર ભજવતા નથી. કોઈએ તમને આ (ચુંબન) કરવા માટે કોઈએ કહ્યું નથી. તે ક્યાંયથી સ્ક્રિપ્ટેડ એક્ટ ન હતી.'
સલમાનને ગુસ્સે થતો જોઈને જાદે તેની માફી પણ માંગી હતી, પરંતુ સલમાને તેની માફી સ્વીકારી ન હતી. તેણે ગુસ્સામાં કહ્યું, 'કેટલાક લોકો માટે આ કોઈ મોટી વાત ન હોઈ શકે, પરંતુ કેટલાક લોકો તેનાથી નારાજ થશે. આ દેશ રૂઢિચુસ્ત છે પરંતુ તે ઝડપથી માફ પણ કરી દે છે.'
TRP ke liye kuch bhi karege 🤦🏻♀️
— Akanksha MISHRA 🩷🇮🇳 (@Anku0307) June 29, 2023
Jad - Akanksha Puri ne kiya 5min tak kiss...
Pariwarik show #BiggBossOTT
SHAME on @BeingSalmanKhan pic.twitter.com/pVVQYUjxXU
પરિવારના તમામ સભ્યોને ઠપકો આપતા સલમાને કહ્યું કે, તે નૈતિકતા અને સંસ્કૃતિની વાત કરે છે, પરંતુ ઘરની અંદર બનતી આવી હરકતો જોઈને કોઈએ તેમને એકબીજાને કિસ કરતા કે અપશબ્દો બોલતા રોક્યા નહીં. સલમાને એમ પણ કહ્યું કે, જો ભવિષ્યમાં આવું કોઈ કૃત્ય થશે તો તે શો છોડી દેશે. તેણે કહ્યું, 'તમને બધાને લાગે છે કે આ શોની ખાસિયત હતી. ઉછેર, કુટુંબ, નૈતિકતા, શું તે કાર્ય આપણી સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે? તમારે મારી માફી માંગવાની જરૂર નથી. મને કોઈ વાંધો નથી. હું કોઈપણ રીતે શો છોડવાનો છું. જો આમ જ ચાલુ રહેશે તો હું શો છોડી દઈશ.'
When you leave #BiggBossOTT2 you can do whatever u want to do, this stuff doesn't happen in my movies nor would i allow it in my shows/house. 🙌🏻#SalmanKhan to Jad & Akanksha. #WeekendKaVaar pic.twitter.com/OL1BMU0b8j
— Nᴀᴠ Kᴀɴᴅᴏʟᴀ ☬ (@SalmaniacNav) July 2, 2023
સલમાને બેબીકા અને જાદ વચ્ચેની દલીલ વિશે પણ વાત કરી હતી. હકીકતમાં, એક એપિસોડમાં બંને વચ્ચે જોરદાર દલીલ થઈ હતી. ત્યાર પછી જાદે ગુસ્સામાં બેબીકાને ચીડવતા તેનો પ્રાઈવેટ પાર્ટ બતાવ્યો હતો. જેના કારણે બેબીકા ગુસ્સે થઈ ગઈ હતી. તેણે બિગ બોસને તેની સામે કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. આ કૃત્યને કારણે પણ સલમાન ખૂબ ગુસ્સે થયો હતો. જોકે ત્યાર પછી જાદે સલમાન અને દર્શકોની માફી માંગી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp