ઇસ્લામ માટે બોલીવૂડ છોડનારી સના ખાને ગુજરાતના આ વ્યક્તિ સાથે કર્યા લગ્ન

PC: amarujala.com

સલમાન ખાનની કો-સ્ટાર અને બિગ બોસની રનરઅપ રહેલી સના ખાને ગુજરાતના મૌલાના મુફ્તી અન્સની સાથે લગ્ન કર્યા છે. સનાએ તેના લગ્નની પહેલી ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

સના ખાને હાલમાં થોડા દિવસો પહેલા જ ઇસ્લાન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી વિદાય લીધી હતી. ત્યારબાદ તેને ગુજરાતના અંકલેશ્વરના પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન કર્યા છે. સનાએ ખૂદ તેના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટોમાં તે મૌલાના મુફ્તીની સાથે બેસેલી દેખાઈ રહી છે.

સના ખાને તેના લગ્નનો ફોટો શેર કરતા લખ્યું હતું કે, અલ્લાહ માટે એક બીજા સાથે પ્રેમ કર્યો અને અલ્લહ માટે જ એક બીજાની સાથે લગ્ન કર્યા, અલ્લાહ અમને આ દુનિયામાં સાથે રાખે. આ લખાણ લખીને સનાએ તાગ્નની તારીખ પણ હેસ્ટેગ કરીને લખી છે. સનાએ 20 નવેમ્બર રોજ લગ્ન કર્યા હતા.

 
 
 
View this post on Instagram

A post shared by Sayied Sana Khan (@sanakhaan21)

શેર કરવામાં આવેલા ફોટાના સના લાલ કલરના વસ્ત્રોમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. તો બીજી તરફ મૌલાના મુફ્તી સફેદ કલરની શેરવાનીમાં દેખાઈ રહ્યા છે. સનાએ હાથમાં જે મહેંદી લગાવી છે તેનો રંગ પણ ખૂબ સારો આવ્યો છે. ફોટામાં સના ખૂબ જ સુંદર લાગી રહી છે.

જણાવી દઈએ શુક્રવારે લગ્નના પહેલા દિવસોનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સના સફેદ રંગના કપડામાં દેખાઈ રહી છે. સાથે જ તેનો પતિ મૌલાના મુફ્તી સફેદ કુર્તામાં જોવા મળ્યો હતો. સના ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક ભાગ રહી ચૂકી છે. પરંતુ અચાનક ઇસ્લામનો સ્વીકાર કરવાના તેના નિર્ણયે તેના ફેન્સને ખૂબ આશ્ચયચકિત કરી દીધા છે. સનાના ફેન્સ પણ ઘણા છે. સનાએ તેના કરિયરમાં હલ્લા બોલ, જય હો, વઝહ તુમ હો જેવી હિન્દી ફિલ્મમાં કામ કર્યું છે. સનાએ સાઉથની ફિલ્મોમાં વધારે કામ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp