'ઈસ્લામના વિરુદ્ધ જઇ રહ્યો હતો હું' બોલી Ex રોડીઝે છોડી એક્ટિંગ

PC: indiatvnews.com

મનોરંજનનની દુનિયા સાથે જોડાયેલા એવા ઘણાં કલાકારો છે જેમણે ધર્મનો હવાલો આપીને પોતાને ગ્લેમર ઈન્ડસ્ટ્રીથી દૂર કર્યા છે. આ લિસ્ટમાં ઝાયરા વસીમથી લઇ સના ખાન જેવા કલાકારો સામેલ છે. હવે તેમાં એક્સ રોડીઝ સાકિબ ખાને પણ આ પગલું લીધું છે. સાકિબે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ કરીને એલાન કર્યું છે કે હવે તે ટીવી ઈન્ડસ્ટ્રીનો ભાગ નથી અને તે હવે મોડલિંગથી લઇ અભિનય સુધી કશું કરશે નહીં.

સાકિબે એ વાત પર પણ ભાર આપ્યો છે કે તેની પાસે કોઇ કામ નથી એં નથી. પણ તેણે લાગે છે કે અલ્લાહની મરજી હતી કે તે આ બધું છોડી દે. તેણે ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીને છોડવું અલ્લાહનો ફરમાન ગણાવ્યો છે.

તેણે પોસ્ટમાં આ બાબતે જણાવ્યું છે કે મુંબઈમાં કામ કરવું ખાસ્સુ મુશ્કેલ છે. અહીં પૈસા કમાવવા કોઇ પડકારથી ઓછા નથી. પણ તેને એ વાતની ખુશી રહી છે કે તેણે ઓછા સમયમાં ખાસ્સી ફેમ મળી છે. પણ હવે સાકિબને પોતાની જિંદગીમાં માત્ર શાંતિ અને સુકૂન જોઇએ છે. એજ કારણે તેણે પોસ્ટમાં લખ્યું છે કે, હું ગુમરાહ થઇ ગયો હતો, ઈસ્લામની વિરુદ્ધ જઇ રહ્યો હતો. નમાઝ અદા કરતો પણ સુકૂન નહોતું મળતું. હવે મેં પોતાને અલ્લાહની સામે સમર્પિત કરી દીધો છે.

 
 
 
View this post on Instagram

A post shared by S A K I B K H A N (@saqibkhan_64)

સાકિબે આ વાતની જાહેરાત કરતા પોતાની એક તસવીર કુરાન સાથે શેર કરી છે. તે જણાવી રહ્યો છે કે તેની જિંદગીની ખરી શાંતિ અહીં જ મળવા જઇ રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by S A K I B K H A N (@saqibkhan_64)

જણાવી દઇએ કે, સાકિબ ખાન રોડીઝનો માત્ર એક્સ સ્પર્ધક તરીકે નહોતો જાણીતો, બલ્કે તેનું એક નિવેદન ખૂબ ચર્ચાયું હતું. તેણે રોડીઝના ઓડિશનમાં કહ્યું હતું કે, હું કાશ્મીરથી છું અને હું પથ્થરબાજી કરતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp