ઉર્ફીનો નવો ડ્રેસ જોઇને યુઝર્સ ડ્રેસ ડીકોડ કરવા લાગ્યા

PC: zeenews.india.com

ઉર્ફી જાવેદના અતરંગી ડ્રેસિંગ સ્ટાઇલ વિશે તો તમે બધા લોકો જાણતા જ હશો. ઉર્ફી જાવેદ જે પહેરે છે તે ચર્ચાનો વિષય બની જાય છે. પણ આ વખતે તો તેણે ખરેખર જ તેના ફેન્સ અને લોકોનું મગજ ચકરાવે ચઢાવ્યું છે. તમે પણ તેના આ નવા ડ્રેસને જોઇને જરૂરથી ચોંકી ઉઠશો.

આખરે ઉર્ફી જાવેદે પહેર્યું શું છે. આ વખતે જે પણ ઉર્ફી જાવેદની આ તસવીરો જોઇ રહ્યા છે તેના મનમાં એ જ સવાલ ઉભો થઇ રહ્યો હશે અને ઉર્ફી જાવેદનો ડ્રેસ ડીકોડ કરવામાં લાગી ગયા હશે. કદાચ ખબર પડી જ જશે કે, આખરે ઉર્ફી જાવેદે ચોકલેટ કોન પહેર્યો છે કે પછી બર્થ ડે કેપ પહેરી છે.

આમ તો પોતાના અતરંગી ડ્રેસિંગ સેન્સના કારણે ઉર્ફી જાવેદ ઓળખાય છે. પણ આ વખતે તો તેણે બધી હદો પાર કરી દીધી છે અને એવો ડ્રેસ પહેર્યો છે કે, લોકો તેના ડ્રેસને સમજી પણ નથી શકતા. જ્યારે, હવે સોશિયલ મીડિયા પર પણ તેને લઇને ખૂબ વાતો થઇ રહી છે.

 

સોશિયલ મીડિયા પર ઉર્ફી જાવેદનો અંદાજ છવાયેલો છે તો લોકો તેને જોઇને રહી નથી શકતા. એક યુઝરે લખ્યું કે, આ શું દેખાઇ રહ્યું છે. આઇસક્રિમનો કોન છે કે શું. જ્યારે, બીજી બાજુ એક યુઝરે તેને આખલાના શીંગડા પણ કહ્યાં હતાં. જ્યારે, એક ત્રીજ યુઝરે તો હદ જ પાર કરી દીધી છે. તેણે કોમેન્ટ લખી છે કે, અરેરેરે... જરૂર આને દૌરા પડતા હશે.

ઘણા બધા લોકોને ઉર્ફી જાવેદનો આ ડ્રેસ વિશે સમજ નથી પડતી. પણ, જો તમે લોકો ડ્રેસને ડિકોડ કરી શકશો તો જરૂર કહેજો કે, ઉર્ફી જાવેદે શું પહેર્યું છે. પણ ખરેખર એક વાત તો માનવી જ પડશે કે ઉર્ફી જાવેદની ક્રિએટીવિટીનો કોઇ વિકલ્પ નથી.

લગભગ થોડા સમય પહેલા જ મહારાષ્ટ્રના ભાજપના મંત્રી ચિત્રા વાઘે તેના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તે મુંબઇના રસ્તા ઉપર અશ્લીલતા ફેલાવી રહી છે. અને તેને આ પ્રકારના ડ્રેસ પહેરવા માટે મનાઇ પણ ફરમાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp