26th January selfie contest

શાહરૂખે જણાવ્યો ‘પઠાણ’માં તેનો ફેવરિટ સીન કયો હતો, ‘પઠાણ’ની અસલી કમાણી પણ કહી

PC: outlookindia.com

‘પઠાણ’ની સફળતાએ નક્કી કરી દીધું છે કે, આ સમય શાહરુખ ખાનનો છે. 4 વર્ષ બાદ હીરોના રોલમાં પરદા પર આગ લગાવનારા શાહરુખ ખાનને લોકો ખૂબ પ્રેમ આપી રહ્યા છે. ‘પઠાણ’એ કમાણીનો એવો પર્વત ઊભો કર્યો છે જે બોલિવુડના ઘણા જૂના રેકોર્ડ તૂટી ચૂક્યા છે. શાહરુખ ખાનની સફળતામાં તેના સોશિયલ મીડિયા ફેન્સનો મોટો હાથ રહ્યો. ‘પઠાણ’ના પ્રમોશનમાં શાહરુખ ખાને ન માત્ર શહેર શહેર જઇને ઇવેન્ટ એટેન્ડ કરવા જેવી જૂની રીતો અપનાવી, પરંતુ સોશિયલ મીડિયા પર શાહરુખ ખાને ‘પઠાણ’ની રીલિઝ અગાઉ ખૂબ વાતો કરી.

ફિલ્મની રેકોર્ડતોડ સફળતા બાદ પણ શાહરુખ ખાન પોતાના ફેન્સ સાથે ઓનલાઇન ઇન્ટરેક્શન કરતા ન ચૂક્યો. તેણે રવિવારે ફરી એક વખત ટ્વીટર પર #AskSRK સેશન કર્યું અને ફેન્સના સવાલોના મજેદાર જવાબ આપ્યા. એક ફિમેલ યુઝરે શાહરૂખને ટ્વીટ કરતા લખ્યું કે, ‘મેરેજ પ્રપોઝલ તો નહીં, પરંતુ શું હું તમને વેલેન્ટાઇન ડે પર સાથે આવવા માટે પૂછી શકું છું? તેનો જવાબ ખૂબ પ્રેમથી આપતા શાહરુખે લખ્યું કે, ‘હું ડેટ તરીકે ખૂબ બોરિંગ છું.. કોઇ કુલ છોકરાને લઇ જા અને થિયેટરમાં ‘પઠાણ’ જોજે.’

એ જ પ્રકારે અન્ય એક યુઝરે કહ્યું કે, શાહરુખ ખાન તેના સપનામાં આવવાનું બંધ કરી દે. તેના જવાબમાં સુપરસ્ટારે કહ્યું કે, ‘તમે સૂવાનું બંધ કરી દો. નહીં આવું.’ એક યુઝરે AskSRK સેશનમાં ટ્વીટ કરતા કહ્યું કે, તેને ‘પઠાણ’નો ફર્સ્ટ હાફ તો સારો લાગ્યો, પરંતુ બીજા હાફે નિરાશ કરી દીધો. તેના જવાબમાં શાહરુખ લખે છે કે, ‘કોઇ વાંધો નહીં, પોત પોતાની પસંદ હોય છે. પહેલો હાફ ‘પઠાણ’નો જોઇ લો અને બીજો હાફ OTT પર કોઇ બીજી ફિલ્મનો જોઇ લેજો આ વિકેન્ડ પર.

10 દિવસમાં બોક્સ ઓફિસ પર લગભગ 725 કકરોડ રૂપિયાની વર્લ્ડવાઇડ કલેક્શન કરી ચૂકેલી ‘પઠાણ’ની કમાણી પર ઘણા લોકો વિશ્વાસ કરી શકતા નથી. એવી જ રીતે એક યુઝરે શાહરુખ ખાનને પૂછ્યું કે ફિલ્મનું રિયલ કલેક્શન શું છે? તેનો જવાબ આપતા શહરૂખે કહ્યું કે, 5000 કરોડ પ્રેમ, 3000 કરોડ પ્રશંસા, 3250 કરોડ હગ્સ, 2 બિલિયન સ્માઇલ્સ અને અત્યારે ગણતરી ચાલી જ રહી છે.

તારું અકાઉન્ટ શું બતાવી રહ્યું છે? થિયેટરમાં 5 વખત ‘પઠાણ’ જોવાનો દાવો કરનારા યુઝરે શાહરુખ સાથે વાતચીતમાં 1 કરોડ રૂપિયાની ફરમાઇશ કરી નાખી. તેનો જવાબ આપતા શાહરુખે લખ્યું કે, ભાઇ એટલું રેટ ઓફ રિટર્ન મળતું નથી શેર માર્કેટમાં પણ. થોડી વધુ વખત જો, ત્યારે વિચારીશ.

શાહરુખ જ્યારે પણ પોતાના ફેન્સ સાથે વાત કરે છે તો મજેદાર જવાબો આપે છે. ‘પઠાણ’ની એટલી મોટી સફળતા બાદ પણ તે પોતાના ફેન્સને પોતાના ટ્રેડમાર્ક મજેદાર અંદાજમાં મળે. રેસ્ટોરાં ખોલવાના સવાલ પર શહેરુખે કહ્યું કે, અત્યારે મેન્યૂ ડિઝાઇન કરી રહ્યો છું. જ્યારે એક યુઝરે તેને કહ્યું કે, તે ડંકી બાદ ફરીથી એક્શન ફિલ્મો જ કરે તો શાહરુખે જવાબ આપ્યો કે ‘હા યાર, પરંતુ પેનકીલર ખૂબ ખાવા પડે છે.

ફેન્સ સાથે વાતચીતમાં શાહરુખે એ પણ જણાવ્યું કે ‘પઠાણ’માં લૉકર ખોલનારું સીન કરવાની મોમેન્ટ સૌથી મજેદાર હતી. તેણે કહ્યું કે, એ સીન માટે જમ્પ કરતા તે અને દીપિકા તાળું-ચાવી અને બધુ પાડી રહ્યા હતા. ફેન્સ સાથે શાહરુખની વાતચીત હંમેશાં ખૂબ રસપ્રદ રહે છે. ‘પઠાણ’ની રીલિઝ અગાઉ અને ત્યારબાદ જે પ્રકારે ફેન્સને શાહરુખ સાથે ડાયરેક્ટ વાત કરવાનો ચાંસ મળી રહ્યો છે. તેનાથી તેઓ હકીકતમાં ઇચ્છશે કે સુપરસ્ટારની ફિલ્મો સતત રીલિઝ થતી રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp