શાહરૂખ પર લાગ્યો આ ગંભીર આરોપ

15 Nov, 2017
09:00 PM
PC: dnaindia.com

બોલિવુડના કિંગખાન શાહરૂખ ખાન મુશ્કેલીમાં પડી શકે છે, તેના પર એક પછી એક આરોપો લાગી રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ ઈત્તેફાક ફિલ્મને લઈને તેને નોટિસ મોકલવામાં આવી હતી, ત્યાં તેના પર બીજો ગંભીર આરોપ લાગ્યો છે. શાહરૂખ અને તેની પત્ની ગૌરી ખાન પર છેતરપિંડી કરીને અલીબાગમાં ખેતી કરવાના નામે જમીન લઈને તેના પર બંગલો બનાવવાનો આરોપ છે. આ ફરિયાદ મુંબઈના એક સામાજિક કાર્યકર્તા દ્વારા કરવામાં આવી છે. ફરિયાદ 11 જાન્યુઆરી, 2017 કરવામાં આવી હતી, પોલીસ હજુ પણ તેના પર તપાસ કરી રહી છે.

Leave a Comment: