શાહિદની પત્નિ મીરાએ શેર કર્યો દીકરા જૈનનો ફોટો

PC: ndtv.com

બોલીવુડ એક્ટર શાહિદ કપૂર 5 સપ્ટેમ્બરે બીજી વાર પિતા બન્યા છે. શાહિદની પત્નિ મીરા રાજપૂતે દીકરાને જન્મ આપ્યો છે, જેનું નામ જૈન કપૂર રાખવામાં આવ્યુ છે. દીકરાનાં જન્મ બાદ શાહિદ-મીરા હોસ્પિટલની બહાર દેખાયા હતા, પરંતુ તેમણે તેની દીકરાનો ફોટો છુપાવી રાખ્યો હતો. શાહિદની પત્નિ મીરા રાજપૂત એરપોર્ટ પર પણ દીકરાની સાથે જોવા મળી હતી પરંતુ તેના હાથની સાથે જૈનનો ચહેરો છુપાવીને રાખ્યો હતો. એવામાં શાહિદ કપૂરનાં ફેન્સ તેમના દીકરાની એક ઝલક મેળવવા માટે ઘણા આતૂર હતા અને હવે તેમની રાહનો અંત આવ્યો. જો કે મીરાએ દીકરા જૈનની એક સુંદર ક્યૂટ તસ્વીર ઇંન્સ્ટાગ્રામ પર શેયર કરી છે. ફોટો શેયર કરતા તેમણે કેપ્શનમાં લખ્યુ, 'હેલો વર્લ્ડ' જૈનનો આ ફોટો આવતા જ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયો.

 
 
 
View this post on Instagram

Hello World 🌼

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp