શું કાયમી ધોરણે મુંબઈ છોડીને જઈ રહી છે શેહનાઝ ગીલ?

PC: zeenews.com

તા.2 સપ્ટેમ્બરના રોજ ટીવી પદડાનો બેસ્ટ કલાકાર સિદ્ધાર્થ શુક્લા નિધન પામ્યો હતો. એક્ટરના નિધનથી પરિવારજનો તથા ટીવીની નાની દુનિયામાં માતમનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે પરિવારના સભ્યોને કાયમી ખોટ સાથે જીવવાનો વારો આવ્યો છે. સિદ્ધાર્થની નજીકની દોસ્ત શેહનાઝ ગીલ માટે સિદ્ધાર્થનું આ રીતે અચાનક જવું એક મોટો ફટકો છે. હજું પણ તે સિદ્ધાર્થની વિદાયના દુઃખમાંથી બહાર નીકળી શકી નથી.

 

 
 
 
View this post on Instagram

A post shared by Shehnaaz Gill (@shehnaazgill)

ધીમે ધીમે ગીલ નોર્મલ લાઈફમાં કમબેક કરવા માટે પ્રયત્નો કરી રહી છે. તે પોતાના કામ પર પરત ફરી રહી છે. તે પોતાની આવનારી ફિલ્મ 'હોંસલા'ના પ્રમોશન કામમાં વ્યસ્ત છે. આ માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સિદ્ધાર્થના નિધન બાદ શેહનાઝ ગીલે હંમેશા માટે મુંબઈ છોડવાનો નિર્ણય કરી લીધો છે. આ વાવડ સામે આવતા જ શેહનાઝના ચાહકો નિરાશ થયા હતા. પણ ચાહકો માટે રાહતના વાવડ સામે આવ્યા છે. આ ન્યૂઝ ખોટા છે કે, તે મુંબઈ છોડીને કાયમી ધોરણે જઈ રહી છે. તે મુંબઈ છોડીને ક્યાંય જઈ રહી નથી. બોલિવૂડના એક રીપોર્ટ અનુસાર આ વાવડમાં કોઈ સત્ય નથી.

 

આ વીડિયો યુટ્યુબ પરથી વાયરલ થયો હતો. જે ચેનલમાંથી આ વીડિયો અપલોડ થયો છે એ વીડિયોનું કન્ટેંટ સત્ય નથી. વધુ પડતા ટ્રેન્ડ અને ચેનલના ટ્રેન્ડમાં આવવાથી આ પ્રકારના ખોટા મેસેજ અપલોડ કરી દેવામાં આવે છે. શેહનાઝ ગીલની વાત કરવામાં આવે તો એની નવી ફિલ્મ તા. 15 ઑક્ટોબરના રોજ રીલિઝ થવાની છે.

શેહનાઝ ગીલ પંજાબી સિંગર એક્ટર દિલજીત દોસાંઝ અને સોનમ બાજવા સાથે જોવા મળશે. આ ફિલ્મને લઈને એના ચાહકો ખૂબ ઉત્સાહી છે. ઘણા લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મના પ્રમોશનને લઈને શેહનાઝનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે દુઃખી હોય એવું લાગે છે. આ વીડિયો જોયા બાદ શેહનાઝના ફેનની આંખો પણ ભીની થઈ ગઈ હતી. આ પહેલા ક્યારે શેહનાઝ આટલી ઉદાસ જોવા મળી નથી. સોશિયલ મીડિયા પરથી ફેન્સ એને સધિયારો આપી રહ્યા છે. માનસિક રીતે મજબુત બનાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp