શિલ્પાથી લઈને સલમાન સુધી, કરોડો રૂપિયાનો સાઈડ બિઝનેસ કરે છે આ બોલિવુડના સિતારાઓ

PC: instagram.com

ગ્લેમર ઈન્ડ્સ્ટ્રીમાં જેમ સફળતા હંમેશા માટે નથી હોતી તેવી જ રીતે સ્ટાર્સનું સ્ટારડમ પણ હંમેશા એવું ને એવું જ નથી રહેતું. દર શુક્રવારે ફિલ્મ રીલિઝ થવા પછી આ ફિલ્મી સિતારાઓની કિસ્મત બદલાઈ જતી હોય છે. અહીં કંઈ પણ સ્થિર નથી હોતું. આથી તમામ સ્ટાર્સ એવા છે જેઓ એક્ટિંગના કામની સાથે પોતાનો સાઈડ બિઝનેસ પણ ચલાવે છે. અને આ બિઝનેસમાં પણ તેઓ કરોડો રૂપિયાની કમાણી કરીને પોતાને સ્ટેબલ રાખે છે. એવા જ કેટલાંક બોલિવુડના સિતારાઓ છે જે ફિલ્મમાં કરિયર બનાવવાની સાથે બીજા બિઝનેસ પણ કરે છે.

બોલિવુડનો બાદશાહ શાહરુખ ખાન એક સફળ એક્ટર હોવાની સાથે સાથે બિઝનેસમેન પણ છે. તે આઈપીએલ ફ્રેન્ચાઈઝીની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો કો-ઓનર છે. મિલિયન્સ ટર્નઓવરની સાથે કેકેઆર આઈપીએલની અમીર ટીમોમાંની એક છે. શાહરુખ ખાનનું પોતાનું પણ રેડ ચિલી કરીને પ્રોડક્શન હાઉસ છે. આ બેનર હેઠળ ઘણી બધી ફિલ્મો રીલિઝ થઈ ચૂકી છે. આ પ્રોડક્શન હાઉસ બીજા સ્ટુડિયો અને ફિલ્મ મેકર્સને વીએફએક્સ અને એનિમેશનની પણ સર્વિસ આપે છે.

શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજ કુંદ્રા સાથે ઘણી બધી બિઝનેસ એક્ટિવિટીમાં સામેલ છે. શિલ્પા મુંબઈ સ્થિત મોનાર્કી ક્લબની માલિક છે. મુંબઈમાં આઈઓસીસ સ્પા એન્ડ સલૂનની કો-ઓનર છે. શિલ્પા-રાજ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ ટીમના માલિક હતા , જેને 2018માં તેમણે વેચી દીધી હતી.

અનુષ્કા શર્માની પોતાની કપડાંની બ્રાન્ડ નુશ છે. તે સિવાય એક્ટ્રેસનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે, જેમાં તે પોતાના ભાઈ સાથે કામ કરે છે. આ બેનર હેઠળ એનએચ10, પરી, ફિલ્લૌરી, પાતાલ લોક જેવા પ્રોજેક્ટ્સ બન્યા છે. આ સિવાય બીજા ઘણા મોટા પ્રોજેક્ટ બેનર હેઠળ ચાલું છે.

દીપિકા પાદુકોણ બોલિવુડની હાઈએસ્ટ પેડ એક્ટ્રેસમાંની એક છે. તે કપડાંની બ્રાન્ડ ઓલ અબાઉટ યુની માલિક છે. 2015માં એક્ટ્રેસે ઓનલાઈન કપડાંની બ્રાન્ડ શરૂ કરી હતી જેનું મિન્ત્રા સાથે કોલબ્રેશન છે. 2013માં દીપિકા  અને વેન હુસેને મળીને વુમન ફેશન લાઈન લોન્ચ કરી હતી. દીપિકા ધ લીવ લવ લાફ ફાઉન્ડેશનની ફાઉન્ડર પણ છે.

સલમાન ખાન બોલિવુડનો મોટો સ્ટાર છે અને તેની પોતાની કપડાંની બ્રાન્ડ બિઈંગ હ્યુમન વિશે સૌ કોઈ જાણે છે. આ સિવાય તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ પણ છે. બિઈંગ હ્યુમન ભારતની ઘણી પસંદગીની બ્રાન્ડ છે, જેના દ્વારા તે કરોડો રૂપિયાની કમાણી કરે છે.

બોલિવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા આજે એક ઈન્ટરનેશનલ સ્ટાર છે. તેણે હાલમાં જ ન્યૂયોર્કમાં એક ઈન્ડિયન રેસ્ટોરન્ટ સોનાના નામથી શરૂ કરી છે. આ સિવાય તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ પરપલ પેબલ પિક્ચર્સ પણ છ, જેનું મેનેજમેન્ટ તેની માતા સંભાળે છે. આ સિવાય તે વોટર બ્રાન્ડ બોન વી સ્પાઈક્ડ સેલ્ટઝર સાથે જોડાયેલી છે. તે સિવાય હાલમાં જ તેણે એક બ્યૂટી બ્રાન્ડ પણ શરૂ કરી છે.

ઋતિક રોશને પોતાનું કરિયર કહોના પ્યાર હૈથી શરૂ કર્યું હતું. તેની પોતાની કપડાંની બ્રાન્ડ એચઆકએક્સ પણ છે. તે સિવાય ઋતિક મુંબઈમાં એક જિમ સેન્ટર કલટનો માલિક પણ છે. એટલું જ નહીં બેંગ્લુરુ સ્થિત ફિટનેસ જિમ ક્યોરકલ્ટમાં પણ તેણે રોકાણ કર્યું છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp