'પુષ્પા 2'ને લઈ સિદ્ધાર્થનો અલ્લુ અર્જુન પર કટાક્ષ,કહ્યુ-ભીડનો અર્થ ગુણવત્તા નથી

PC: instagram.com/worldofsiddharth

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. એક્શન અને ડ્રામાથી ભરપૂર આ ફિલ્મે અત્યાર સુધીમાં દુનિયાભરમાં 900 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. આ દરમિયાન સાઉથ એક્ટર સિદ્ધાર્થે અલ્લુ અર્જુન પર કટાક્ષ કર્યો છે. તેણે પટનામાં ફિલ્મના ટ્રેલર લૉન્ચ દરમિયાન અલ્લુ અર્જુનને જોવા માટે એકઠા થયેલા ચાહકોની સરખામણી JCB ખોદતી વખતે તેને જોવા માટે એકથી થયેલી ભીડ સાથે કરી છે. સિદ્ધાર્થે એમ પણ કહ્યું કે, ભીડનો અર્થ ગુણવત્તા નથી.

ફિલ્મ 'પુષ્પા 2'નું ટ્રેલર મેકર્સ દ્વારા બિહારના પટનામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લાખો ચાહકો પહોંચ્યા હતા. આ અંગે સિદ્ધાર્થે કહ્યું, 'આપણા દેશમાં JCB ખોદતા જોવા માટે ભીડ એકઠી થાય છે, જ્યારે બિહારમાં અલ્લુ અર્જુનને જોવા માટે લોકોનું એકઠું થવું અસામાન્ય વાત નથી. જો તેઓ આયોજન કરશે, તો ચોક્કસપણે ભીડ હશે. ભારતમાં ભીડનો અર્થ ગુણવત્તા નથી. જો આમ થયું હોત તો તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતી ગયા હોત. તો પછી લોકોને બિરયાનીના પેકેટ અને દારૂની બોટલો વહેંચવી ન પડતે.'

સિદ્ધાર્થની આ ટિપ્પણીથી અલ્લુ અર્જુનના ચાહકો ગુસ્સે થઈ ગયા. ઘણા યુઝર્સે સિદ્ધાર્થ પર ઈર્ષ્યાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે કેટલાક લોકોએ તેને દેશના સૌથી મોટા સ્ટાર પૈકીના એક અલ્લુ અર્જુન વિશે ખરાબ ન બોલવાની અપીલ કરી હતી. સિદ્ધાર્થનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેના પર એક ચાહકે કમેન્ટ કરી કે, 'તે હંમેશા નેગેટિવિટી ફેલાવે છે.' અન્ય એકે ટિપ્પણી કરી, 'દક્ષિણ ભારતમાં કોઈ સિદ્ધાર્થને ઓળખતું નથી.' અન્ય એક યુઝરે લખ્યું, 'સિદ્ધાર્થને ઈર્ષ્યા થાય છે તેથી જ તે આવું કહી રહ્યો છે.'

સેકનિલ્કના જણાવ્યા અનુસાર, ફિલ્મ 'પુષ્પા 2'એ સોમવારની પરીક્ષામાં બે આંકડામાં કમાણી કરીને સંપૂર્ણ માર્ક્સ સાથે પાસ થઈ હતી. ભારતમાં તેણે સોમવારે રૂ. 64 કરોડ એકત્ર કર્યા. તેના હિન્દી સંસ્કરણે રૂ. 46 કરોડની કમાણી કરીને બેન્ચમાર્ક સેટ કર્યો. જ્યારે અન્ય મોટી ફિલ્મો તેમના પ્રથમ સોમવારે સિંગલ ડિજિટમાં સમાપ્ત થતી હોય છે, 'પુષ્પા 2' સારી કમાણી કરી રહી છે. સોમવારે 'પુષ્પા 2'ના તેલુગુ વર્ઝનએ 14 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ઉત્તર ભારતમાં ફિલ્મને લઈને દર્શકોમાં આવો ક્રેઝ જોઈને અલ્લુ અર્જુનના ફેન્ડમનો ખ્યાલ આવી જાય છે.

ભારતમાં પુષ્પા 2 એ 5 દિવસમાં 593 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જ્યારે, તેણે હિન્દીમાં 331 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ'નું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આમાં અલ્લુ અર્જુનની સાથે ફહદ ફાઝીલ, જગપતિ બાબુ, સુનીલ અને રશ્મિકા મંદન્ના જેવા સ્ટાર્સે મહત્વની ભૂમિકા ભજવી છે. આ 2021માં રિલીઝ થયેલી ફિલ્મ 'પુષ્પા 2: ધ રાઇઝ'ની સિક્વલ છે, જે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp