'સિમ્બા'એ કરી ધમાકેદાર કમાણી, જાણો 16 દિવસ પછી કેટલું થયું કલેક્શન

PC: idiva.com

રણવીર સિંહની ફિલ્મ 'સિમ્બા' એ ત્રીજા અઠવાડિયામાં કમાણી ચાલુ રાખીને નવો ઈતિહાસ રચ્યો છે. સમગ્ર વિશ્વમાંથી ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શનના કિસ્સામાં આ ફિલ્મ 350 કરોડની સપાટીને પાર કરી ગઈ છે. વર્ષમાં બે સુપરહિટ ફિલ્મો આપનાર રણવીર સિંહને હવે બોક્સઓફિસનો કિંગ કહેવામાં આવે છે કારણ કે, 2018માં ખાન ત્રિપુટી સલમાન, શાહરુખ અને આમિરની ફિલ્મો બોક્સઓફિસ પર ફ્લોપ થઈ ગઈ છે. જ્યારે રણવીર સિંહની ફિલ્મે છપ્પરફાડ કમાણી કરી છે. ફિલ્મ 'સિમ્બા'એ પહેલા અઠવાડિયામાં 150.26 કરોડ, બીજા અઠવાડિયે 60.75 કરોડ અને ત્રીજા અઠવાડિયાની શરૂઆતમાં શુક્રવાર સુધી 2.75 કરોડનું કલેક્શન કર્યું છે. આ કમાણીને જોતા કુલ આંકડો મળીને 350 કરોડને પાર પહોંચી ગયો છે.

રણવીર સિંહની ફિલ્મ 'સિમ્બા' એ બે સપ્તાહ પૂરા થયાના 12 દિવસ પહેલાં 200 કરોડની કમાણી કરી હતી. દિગ્દર્શક રોહિત શેટ્ટી માટે આ ખુશીની વાત છે કે 'સિમ્બા', 'ગોલમાલ અગેઇન' અને 'ચેન્નઈ એક્સપ્રેસે' પણ આટલું ઝડપથી જ 200 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. રોહિતની 200 કરોડ ફિલ્મોના લિસ્ટમાં 'સિમ્બા' ત્રીજી ફિલ્મ છે. પ્રથમ સપ્તાહમાં 150 કરોડથી વધુ કમાણી કર્યા પછી બીજા અઠવાડિયામાં તે ઝડપથી ભાગી અને હવે આ ફિલ્મ ત્રીજા સપ્તાહમાં પ્રવેશી છે. ફિલ્મ 'સિમ્બા'એ 5 દિવસમાં 100 કરોડ, 7 દિવસમાં 150 કરોડ, 10 દિવસમાં 175 કરોડ અને 12 કરોડમાં 200 કરોડ કમાયા છે.

આમ, 'સિમ્બા'એ રણવીર સિંહની અત્યાર સુધીની સૌથી મોટી સોલો હિટ ફિલ્મ બની ચૂકી છે. રણવીર સિંહ અને સારાહ અલી ખાનની 'સિમ્બા' રોહિત શેટ્ટી દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. 'સિમ્બા' રોહિત શેટ્ટીની સતત આઠમી ફિલ્મ છે જેણે બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કર્યો છે. રોહિત શેટ્ટીની 'સિમ્બા' એ તેલુગુ ફિલ્મ 'ટેમ્પર' ની રીમેક છે. 'ટેમ્પર' સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp