‘તાનાજી’ 100 કરોડ પાર જાણો 'છપાક'ની કુલ કમાણી ક્યા પહોંચી

PC: google.com

‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’ અને ‘છપાક’ ફિલ્મ ગયા શુક્રવારે રીલિઝ થઈ ગઈ છે. ‘તાનાજી’માં ફિલ્મમાં અજય દેવગણ, કાજોલ અને સૈફ અલી ખાન લીડ રોલમાં છે. જ્યારે ‘છપાક’માં દીપિકા પાદૂકોણ મેઇન રોલમાં છે. ‘તાનાજી’ આ ફિલ્મ મુગલો વિરુદ્ધ મરાઠાઓની સર્જિકલ સ્ટ્રાઈક પર આધારિત છે. જ્યારે ‘છપાક’ ફિલ્મ એસિડ એટેક પીડિતા પર આધારિત છે. બંને ફિલ્મના ફિલ્મ ક્રિટિક્સે વખાણ તો ઘણા સારા કર્યા હતા, પરંતુ ફાયદો ‘તાનાજી’ને વધુ થયો છે. ‘તાનાજી’ ફિલ્મ બુધવારના રોજ 100 કરોડ ક્લબમાં પહોંચી ગઈ હતી.

'તાનાજીઃ ધ અનસંગ વૉરિયર' ફિલ્મે બોક્સઓફિસ પર સારી શરૂઆત કરી છે. પહેલા દિવસે 15.10 કરોડ, બીજા દિવસે 20.57 કરોડ, ત્રીજા દિવસે 26.26 કરોડ, ચોથા દિવસે 13.75 કરોડની કમાણી કરનારી ફિલ્મ '‘તાનાજી’' પાંચમા દિવસે એટલે કે ઉત્તરાયણના દિવસે 15.28 કરોડની કમાણી કરી હતી. બુધવારના રોજ ફિલ્મે 16.72 કરોડની કમાણી કરી હતી અને આ સાથે જ ફિલ્મની કુલ કમાણી 107.68 કરોડે પહોંચી ગઈ છે.

બીજી બાજુ દીપિકા પાદૂકોણની ‘છપાક’ ફિલ્મની વાતી કરીએ તો આ ફિલ્મની કુલ કમાણી 26.53 કરોડ રૂપિયા જ થઇ છે. ફિલ્મે પહેલા દિવસે 4.77 કરોડ, બીજા દિવસે 6.90 કરોડ, ત્રીજા દિવસે 7.35 કરોડ, ચોથા દિવસે 2.35 કરોડ, પાંચમાં દિવસે 2.55 કરોડ અને છઠ્ઠા દિવસે 2.61 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘તાનાજી’ કરતા દીપિકાની ફિલ્મને ઘણી ઓછી સ્ક્રીન મળી છે.

કેવી છે તાનાજી, વાંચો રિવ્યૂ...

કહાની:

ઓમ રાઉતના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં અજય દેવગણ સૂબેદાર તાનાજી માલુસરેની ભૂમિકામાં જોવા મળશે. સાથે જ સૈફ અને કાજોલની પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકા છે. કાજોલ અને અજય 9 વર્ષ બાદ મોટા પરદે સાથે જોવા મળશે. ફિલ્મમાં શરદ કેલકર અને પંકજ ત્રિપાઠી પણ છે. આ ફિલ્મ તાનાજી માલુસરે પર આધારિત છે, જે છત્રપતિ શિવાજી મહારાજની સેનાના લીડર હતા. તાનાજીને 1670માં સિંહગઢ઼ની લડાઈ માટે ઓળખવામાં આવે છે. જ્યાં તેઓ જય સિંહની સામે લડ્યા હતા.

ફિલ્મમાં તાનાજી(અજય)એ છત્રપતિ શિવાજી મહારાજ(શરદ કેલકર) માટે ઔરંગઝેબ(લ્યૂક કેની) અને તેના ખાસ માણસ ઉદયભાન રાઠોડ(સૈફ અલી ખાન) સામે લડાઈ લડે છે. ઔરંગઝેબ પૂરા હિંદુસ્તાન પર કબ્જો કરવા માગે છે. પણ શિવાજીના ખાસ તાનાજી તેને રોકવા માટે પોતાની જાન દાવ પર લગાવી દે છે. તાનાજી અને ઉદયભાન વચ્ચેની લડાઈનું પરિણામ શું આવશે તેના માટે ફિલ્મ જોવી પડશે.

પર્ફોમન્સઃ

તાનાજીના પાત્રમાં અજયે સારું કામ કર્યું છે. પણ તેને જોઈને બાજીરાવ સિંઘમની યાદ તમને જરૂર આવશે. તો ફિલ્મમાં કાજોલે સાવિત્રી બાઈની ભૂમિકા ભજવી છે, જે તાનાજીની પત્ની છે. કાજોલ જે પણ સીનમાં જોવા મળે છે તેને પોતાનો બનાવી લે છે.

તો બીજી બાજુ નેગેટિવ રોલમાં સૈફ અજયને બરોબરીની ટક્કર આપે છે. સૈફ જ્યારે પરદા પર હોય છે તો અન્ય એક્ટર પર તમારું ઘ્યાન જશે પણ નહિ. અજય અને સૈફની ટક્કરમાં સૈફ તેના પર ભારી પડી જાય છે. તેની ડાયલોગ ડિલીવરીથી લઈને તેની સનક સુધી તે પ્રશંસાને પાત્ર છે.

જો તમે વીકેન્ડ પર ફ્રી છો તો અજય અને સૈફની ફિલ્મ જોઈ શકાય એમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp