26th January selfie contest

લંડનમાં કેબ ડ્રાઇવરની હરકતથી ડરી ગઈ સોનમ, ફેન્સને આપી આ સલાહ

PC: punjabupdate.com

લાગે છે કે, સોનમ કપૂર માટે હાલ થોડો ખરાબ સમય ચાલી રહ્યો છે. સોનમ કપૂર હાલ ટ્રાવેલ કરી રહી છે અને તેની સાથે એક પછી એક ખરાબ ઘટનાઓ બની રહી છે. થોડાં સમય પહેલા ટ્રાવેલિંગ દરમિયાન સોનમનો લગેજ ગૂમ થઈ ગયો હતો અને હવે તેની સાથે લંડનમાં કંઈક એવું બન્યું, જેને કારણે તે ખૂબ જ ડરી ગઈ છે.

સોનમે ટ્વીટ કરીને પોતાની આપવીતી જણાવી છે કે, કઈ રીતે લંડનમાં કેબ સર્વિસ Uberની સાથે તેનો એક્સપીરિયન્સ ડરાવનો રહ્યો. તેણે લખ્યું, મેં લંડન Uberની સાથે એક ભયાવહ એક્સપીરિયન્સ કર્યો છે. તમે પ્લીઝ તમારું ધ્યાન રાખજો. સારું રહેશે કે તમે અહીંની લોકલ કેબ અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો જ ઉપયોગ કરો અને સુરક્ષિત રહો. હું અંદરથી હચમચી ગઈ છું.

સોનમના આ ટ્વીટ બાદ તેના ફેન્સ, મિત્રો-પરિવારજનો તેને કમેન્ટમાં આ મામલે પૂછી રહ્યા છે. એક યુઝરે સોનમને પૂછ્યું હતું કે, લંડનમાં કેબનો ઉપયોગ કરતા વ્યક્તિ તરીકે તારી સાથે શું થયું તે જાણવું મારા માટે મદદગાર સાબિત થઈ શકે છે. તો તેના જવાબમાં સોનમે લખ્યું હતું કે, હું જે કેબમાં બેઠી હતી, તેનો ડ્રાઇવર માનસિકરીતે અસ્વસ્થ હતો અને તે મારા પર જોરજોરથી બૂમો પાડી રહ્યો હતો. હું ખૂબ જ ડરી ગઈ હતી.

સોનમના આ ટ્વીટ પર Uberએ પણ જવાબ આપ્યો. Uberએ ગ્લોબલ હેલ્પલાઈન અકાઉન્ટને જવાબ આપતા કહ્યું કે, તેના ગ્રાહકો તેને કોઈપણ બાબતે ડાયરેક્ટ ફરિયાદ કરી શકે છે. જોકે, સોનમે આ અંગે કોઈએ જવાબ આપ્યો નથી.

જણાવી દઈએ કે, થોડાં સમય પહેલા સોનમ કપૂરે બ્રિટિશ એકવેઝને લઈને ટ્વીટ કર્યું હતું. સોનમે જણાવ્યું હતું કે, કઈ રીતે ત્રીજીવાર આ એકલાઈનમાં ટ્રાવેલ કરી રહી છે અને તેનો બેગ બીજીવાર ખોવાઈ ગયો છે. તેણે એવું પણ કહ્યું હતું કે, તેના પરથી તેણે શીખ લીધી છે કે, તે ફરીવાર ક્યારેય બ્રિટિશ એકવેઝમાં ટ્રાવેલ નહીં કરશે.

તેના જવાબમાં બ્રિટિશ એકવેઝે સોનમ પાસે માફી માગી હતી અને તેણે તેનું બેગ વહેલામાં વહેલી તકે પાછું આપવાનો વાયદો કર્યો હતો.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp