સોનૂ સૂદની મુંબઈ સ્થિત ઓફિસે ઈનકમ ટેક્સની ટીમના દરોડા

PC: twitter.com

બોલિવુડ અભિનેતા સોનૂ સૂદની ઓફિસે ઈનકમ ટેક્સના દરોડા પડ્યા છે. રિપોર્ટ્સ અનુસાર IT ટીમ હાલમાં સોનૂની મુંબઈ સ્થિત ઓફિસે મોજૂદ છે. તેમની એક પ્રોપર્ટીની અકાઉન્ટ બુકમાં ગડબડીના આરોપો પછી ટીમ પ્રોપર્ટીનો સરવે કરી રહી છે. IT ટીમે સોનૂ સૂદ અને તેની અન્ય કંપનીઓથી જોડાયેલી જગ્યાઓ પર સરવે કર્યો છે. અકાઉન્ટ બુકમાં કઇ ભૂલને લઇ IT વિભાગની ટીમે અભિનેતાની અન્ય પ્રોપર્ટી પર સરવે કર્યો છે.

જણાવીએ કે આ સરવે ત્યારે કરવામાં આવી રહ્યો છે જ્યારે થોડા જ દિવસ પહેલા દિલ્હી સરકારે સોનૂ સૂદને વિદ્યાર્થીઓથી જોડાયેલા એક પ્રોગ્રામનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. આ દરમિયાન તેના આમ આદમી પાર્ટીમાં સામેલ થવાની વાત પણ ચાલી રહી હતી. પણ સોનૂએ પોતે આ વાતનું ખંડન કર્યું હતું. સોનૂએ કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે તેની રાજકારણને લઇ કોઇ વાત થઇ નથી.

કોરોના મહામારી અને લોકડાઉનમાં લોકોનો મસીહા

સોનૂ સૂદે કોરોના કાળમાં લાગૂ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન સૌથી પહેલા પ્રવાસી મજૂરોને તેમના ઘર પહોંચાડવા મદદ કરી હતી. ત્યાર પછી તે સતત દેશભરના લોકોની મદદ કરી રહ્યો છે. ઘણાં રાજ્ય સરકારોએ સોનૂની સાથે કામ કરવા હાથ પણ મળાવ્યા છે. જેમાં પંજાબ અને દિલ્હી સરકાર સામેલ છે. આ ઉપરાંત સોનૂ સૂદે ગુડવર્કર જોબ એપ, સ્કોલરશિપ પ્રોગ્રામ પણ ચલાવ્યો છે. તે દેશમાં 16 શહેરોમાં ઓક્સિજન પ્લાન્ટ પણ લગાવી રહ્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Devanshu Bhattacharya (@aapkadevanshu)

48 વર્ષીય સોનૂએ હિન્દી, પંજાબી, તેલુગૂ, કન્નડ અને તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે. ટૂંક સમયમાં અભિનેતા એક ઐતિહાસિક ફિલ્મ પૃથ્વીરાજમાં જોવા મળશે. આ ઉપરાંત તેલુગૂ ફિલ્મ આચાર્યમાં પણ કામ કરી રહ્યો છે. સપ્ટેમ્બર 2020માં સોનૂ સૂદને કોરોના મહામારી દરમિયાન તેની માનવીયતાના કામો માટે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમે 2020 SDG સ્પેશ્યિલ હ્યુમેનિટેરિયન એક્શન એવોર્ડ આપ્યો હતો. હાલમાં અભિનેતા દેશના નાગરિકોની મદદ માટે સૂદ ચેરિટી ફાઉન્ડેશન ચલાવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp