સુશાંત કેસમાં રિયાએ તોડ્યું મૌન, વીડિયો પોસ્ટ કરી કહી આ વાત

PC: ndtvimg.com

ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં રિયા ચક્રવર્તીએ મૌન તોડી દીધું છે. તેણે કહ્યું કે, ન્યાય વ્યવસ્થા પર સંપૂર્ણ રીતે વિશ્વાસ છે. મામલો કોર્ટમાં છે, એ કારણ તે ચુપ છે. સત્ય સામે આવે તેનો પૂરો વિશ્વાસ છે. અભિનેત્રીનો આ વીડિયો હાલમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિય પર પોતાના નાનો વીડિયો પોસ્ટ કરતા કહ્યું કે, મામલો કોર્ટમાં છે એ કારણ ચુપ છું. મને ન્યાય વ્યવસ્થા પર પૂરેપૂરો વિશ્વાસ છે. સત્યમેવ જયતે.

જણાવી દઇએ કે, રિયા ચક્રવર્તીએ આ પૂરા પ્રકરણ પર પહેલી વાર પોતાનું મૌન તોડ્યું છે. સોશિયલ મીડિયા પર રિયાનો આ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. અભિનેતા સુશાંત સિંહના નિધન પછી રિયાનો આ પહેલો વીડિયો સામે આવ્યો છે, એવું કહેવામાં આવી રહ્યું છે. જ્યારથી સુશાંતના પિતાએ રિયા પર ઘણાં ગંભીર આરોપો લગાવીને FIR દાખલ કરાવી છે, અભિનેત્રીની મુસીબતો ઘણી વધી ગઇ છે. પણ આ મામલે રિયા ચક્રવર્તીએ પણ અગ્રેસિવ સ્ટેન્ડ લેતા પોતાને ન માત્ર નિર્દોષ જણાવી બલ્કે, પોતાના પર લાગેલા આરોપોને પણ પાયા વિનાના ગણાવ્યા છે. એવામાં રિયાનો આ વીડિયો સામે આવવો આ કેસ માટે ખૂબ મોટો વળાંક માનવામાં આવી રહ્યો છે. જણાવી દઇએ કે, રિયા ચક્રવર્તીએ પહેલીવાર કોર્ટમાં એ વાતને કબૂલ કરી કે તે સુશાંત સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતી હતી.

રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કબૂલ કર્યું છે કે, તે સુશાંત સિંહ રાજપૂત સાથે 1 વર્ષ સુધી લિવ ઈનમાં રહેતી હતી. તેના પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે. રિયાએ એવી પણ જાણકારી આપી કે, સુશાંતના નિધન પછીને તેને મારી નાખવાની અને રેપની ધમકીઓ મળી રહી છે. રિયાના વકીલે બિહાર પોલીસની તાપસ પર રોક લગાવવાની માગ કરી છે. તેમના અનુસાર, તે કેસને પણ મુંબઇમાં શિફ્ટ કરી દેવો જોઇએ. દલીલ કરવામાં આવી રહી છે કે, એક જ મામલામાં બે-બે જગ્યાએ ઈન્વેસ્ટીગેશન થઇ શકે નહીં.

જણાવી દઇએ કે, સુશાંત સિંહ રાજપૂતની મોતની CBI તપાસની માગ કરનારી જનહિત અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, પોલીસને તેમનું કામ કરવા દો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp