સુહાનાએ ગ્લેમરસ ફોટા કર્યા શેર પણ, પિતા શાહરૂખની કોમેન્ટે લૂંટી મહેફિલ

PC: facebook.com/suhanakhano2

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન, જે ટૂંક સમયમાં બોલિવુડમાં પ્રવેશ કરવા જઈ રહી છે, તે Instagram પર સક્રિય છે અને ફોટોઝ શેર કરતી રહે છે. સુહાનાએ તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ ફોટા શેર કર્યા પરંતુ, તેના પિતા શાહરૂખની સુહાનાની પોસ્ટ પર કોમેન્ટ વધારે લાઇમ લાઇટમાં આવી ગઇ. શાહરૂખે કોમેન્ટ સેક્શનમાં પોતાની દીકરીની પોલ ખોલી નાંખી છે.

શાહરૂખ ખાન માત્ર તેના કામ અને રોમાંસ માટે જ જાણીતો નથી, પરંતુ તે તેની બુદ્ધિ અને રમુજી ટિપ્પણીઓ માટે પણ જાણીતો છે. શાહરૂખ ખાનની હાજર જવાબીનું લેટેસ્ટ ઉદાહરણ કોઈ ઈન્ટરવ્યુ કે ખાસ વાતચીતમાં નથી પણ સોશિયલ મીડિયા પર જોવા મળ્યું છે. શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન, જે ટૂંક સમયમાં નેટફ્લિક્સ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે, તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. 

View this post on Instagram

A post shared by Suhana Khan (@suhanakhan2)

સુહાનાએ થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે ખુબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે. સુહાનાના આ ફોટા બેશક ખૂબ જ સુંદર છે, પરંતુ આમ છતાં લોકોનું ધ્યાન બીજે જ હતું. સુહાનાની આ પોસ્ટ પર તેના પિતા શાહરૂખ ખાને એક એવી કોમેન્ટ કરી છે જેણે લાઈમલાઈટ લૂંટી છે. ચાલો જોઈએ કે શાહરુખે એવી તે શું કમેન્ટ કરી છે.

સુહાના ખાને થોડા સમય પહેલા ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટા શેર કર્યા છે. ત્રણ ફોટામાંથી પ્રથમમાં, અભિનેત્રી ડીપ વી-નેકવાળા ચુસ્ત બ્લેક ગાઉનમાં છે અને તેના ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. બીજા ફોટોમાં સુહાનાએ પિંક કલરનો ડ્રેસ પહેર્યો છે અને તે તેની માતા અને અભિનેત્રી શનાયા કપૂર સાથે ઉભી છે. ત્રીજા ફોટામાં પણ સુહાનાએ એ જ શોર્ટ પિંક ડ્રેસ પહેર્યો છે અને તે ખૂબ જ હોટ અને બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.

આ પોસ્ટમાં, સુહાના તમામ ફોટામાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે, પરંતુ આ બધા પછી પણ, તેના પિતા એટલે કે શાહરૂખ ખાને કોમેન્ટ કરી છે કે.  Too elegant baby….so contrary to the pyjamas u wear around the house!! મતલબ કે બેબી તું આકર્ષક લાગે છે. તું આખો દિવસ ઘરમાં પાયજામો પહેરીને ફરતી રહે છે તેનાથી સાવ વિપરીત. શાહરૂખ ખાનની આ કોમેન્ટે દીકરીની પોલ તો ખોલી નાંખી છે, પરંતુ સાથે સાથે લોકોના દિલ પણ જીતી લીધા છે. સોશિયલ મીડિયા પર 1600 લોકોએ આ કોમેન્ટને લાઇક કરી છે. આ કોમેન્ટ પર સુહાનાએ તેના પિતાને 'થેંક્સ' લખ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp