રિતિક રોશનની 'સુપર 30' ફિલ્મે પહેલા દિવસે જાણો કેટલા કરોડની કમાણી કરી

PC: twitter.com

ગઇકાલે શુક્રવારના રોજ રીલિઝ થયેલી રિતિક રોશનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'સુપર 30'એ બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી છે. ફિલ્મને બોક્સ ઓફિસ પર સારી ઓપનિંગ મળી છે. રિપોર્ટ મુજબ રિતિક રોશનની આ ફિલ્મે પહેલા દિવસે 12 કરોડ રૂપિયા કમાણી કરી નાખી છે.

એવું પણ કહેવાય છે કે, શનિવાર અને રવિવારના રોજ આ કમાણીના આંકડામાં ઘણો વધારો થશે. ફિલ્મના રિવ્યૂની વાત કરીએ તો ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણા લોકો ફિલ્મની ઝાટકણી કાઢી રહ્યા છે તો, ઘણા ખાસ કરીને રિતિકના ફેન્સ ફિલ્મના પેટ ભરીને વખાણ કરી રહ્યા છે.

આ ફિલ્મનું બજેટ  લગભગ 70 કરોડ રૂપિયા કહેવાય છે, જે રીતે ઓપનિંગ મળ્યું છે, તે જોતા ફિલ્મ પોતાનો ખર્ચો તો કાઢી લેશે તો પાક્કું છે. બોક્સ ઓફિસના જાણકારોનું કહેવું છે કે, ફિલ્મ એક અઠવાડિયામાં 100 કરોડની કમાણી કરી લેશે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ આનંદ કુમાર પર આધારિત છે, જેઓ ગરીબ બાળકોને IITની કોચિંગ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp