પહેલા દિવસે 12 કરોડની કમાણી કરનારી 'સુપર 30' ફિલ્મની જાણો બીજા દિવસની કમાણી

PC: facebook.com/TaranAdarshOfficial

રિતિક રોશન સ્ટારર આનંદ કુમારના જીવન પર બનેલી ફિલ્મ ‘સુપર 30’એ બોક્સ ઓફિસ પર રફતાર પકડી લીધી છે. પહેલા દિવસે 11.83 કરોડની કમાણી કરનારી ફિલ્મે બીજા દિવસે શનિવારે 18.19 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે ટાયર 2 સિટીમાં જબરદસ્ત ગ્રોથ જોવા મળ્યો હતો. મુંબઈમાં પહેલા દિવસે 3.71 કરોડની કમાણી હતી, તે વધીને બીજા દિવસે 5.79 કરોડ પર પહોંચી ગઈ હતી. આ સાથે જ ફિલ્મે બે દિવસમાં 30.02 કરોડની કમાણી કરી લીધી છે અને આ રવિવારને કારણે ફિલ્મની કુલ કમાણી 50 કરોડને પાર જશે તેવું કહેવાય છે.

ફિલ્મના રિવ્યૂની વાત કરીએ તો ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણા લોકો ફિલ્મની ઝાટકણી કાઢી રહ્યા છે તો, ઘણા ખાસ કરીને રિતિકના ફેન્સ ફિલ્મના પેટ ભરીને વખાણ કરી રહ્યા છે.

આ ફિલ્મનું બજેટ  લગભગ 70 કરોડ રૂપિયા કહેવાય છે, જે રીતે ઓપનિંગ મળ્યું છે, તે જોતા ફિલ્મ પોતાનો ખર્ચો તો કાઢી લેશે તો પાક્કું છે. બોક્સ ઓફિસના જાણકારોનું કહેવું છે કે, ફિલ્મ એક અઠવાડિયામાં 100 કરોડની કમાણી કરી લેશે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ આનંદ કુમાર પર આધારિત છે, જેઓ ગરીબ બાળકોને IITની કોચિંગ આપે છે.

ફિલ્મ ટ્રેલર...

ફિલ્મઃ સુપર 30

ડિરેક્ટરઃ વિકાસ બહલ

પ્રોડ્યૂસરઃ નડિયાદવાલા ગ્રાન્ડસન, ફેન્ટમ ફિલ્મ્સ, રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ

કાસ્ટઃ રિતિક રોશન, મૃણાલ ઠાકુર, પંકજ ત્રિપાઠી, નંદીશ સિંહ, અમિત સાઢ

રીલિઝ ડેટઃ 12 જુલાઇ, 2019

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp