સલમાન ખાન હવે પોતાની ચેનલ લોન્ચ કરવાના મૂડમાં

PC: youtube.com

બોલિવુડ અભિનેતા સલમાન ખાન માત્ર બોલિવુડનો જ સુપરસ્ટાર નથી, પરંતુ નાના પરદે પણ સૌથી વધારે વ્યસ્ત રહેતો કલાકાર છે. સલમાન ખાને બોલિવુડની ફિલ્મોમાં દરેક પ્રકારની ભૂમિકા ભજવી છે. ટીવી પર સલમાન ખાન બિગ બોસ હોસ્ટ કરી ચૂક્યો છે જે ઘણો લોકપ્રિય શો બન્યો. કપિલ શર્માના ખરાબ દિવસોમાં સલમાન ખાન સામે આવ્યો અને તેને પોતાની પ્રોડક્શન કંપની SKTV ના બેનર હેઠળ કપિલ શર્મા શોનો નવું સિઝન શરૂ કર્યું. હવે એવા અહેવાલ આવી રહ્યા છે કે સલમાન ખાન કંઇક મોટું કરવાનો પ્લાન કરી રહ્યા છે. તે પોતાની ચેનલ લોન્ચ કરે તેવી પ્રબળ સંભાવના છે.

સૂત્રો પ્રમાણે, સલમાન ખાન નવી ટીવી ચેનલ શરૂ કરવાના તૈયારીમાં છે, અને તે માટે તેમને વધારે કન્ટેન્ટની જરૂર છે. તેમનું પ્રોડક્શન હાઉસ SKTV  કપિલ શર્માના શોનું નિર્માણ કરી રહી છે એવામાં જો સલમાન ખાનને ચેનલ માટે લાયસન્સ મળી જાય તો એવી સંભાવના છે આ કપિલ શર્મા શો પોતાની ટીવી ચેનલ પર શીફ્ટ કરી લેશે

સલમાન ખાન આ ઉપરાંત પોતાની ફાઉન્ડેશન Being Human બાદ Being children  નામથી એક ફાઉન્ડેશન ખોલવાની તૈયારી કરી રહ્યા છે. સૂત્રો મુજબ આ ફાઉન્ડેશન બાળકોના ભણતર અને શાળાનું ધ્યાન રાખવા માટે બનાવવામાં આવી રહ્યું છે. સલમાન ખાન હવે માત્ર ફિલ્મો અને મનોરંજનમાં પૈસા નથી લગાવવાં માગતો પરંતુ ફાઉન્ડેશનમાં પણ અગ્રેસર રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp