ગરદનમાં ગંભીર ઈજાની સર્જરી, 5 દિવસમાં સૈફ કેવી રીતે ફિટ થયો, જાણો ડોક્ટરનો જવાબ

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીએ તેના ઘરે હુમલો થયો હતો અને ત્યારપછી તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 5 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી, અભિનેતાને 21 જાન્યુઆરીએ લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેઓ તેમના બાંદ્રા સ્થિત ઘરે આરામ કરી રહ્યા છે. જે દિવસે તે હોસ્પિટલથી બહાર આવ્યો, તે દિવસે તેનો એક વીડિયો બહાર આવ્યો જેમાં અભિનેતા એકદમ ફિટ દેખાતો હતો.
જોકે, તેની ગરદન અને હાથ પર પાટો બાંધેલો હતો. ત્યારપછી શિવસેના નેતા સંજય નિરૂપમ સહિત ઘણા લોકોએ પ્રશ્ન ઉઠાવવાનું શરૂ કર્યું કે, સૈફ 5 દિવસમાં આટલો ફિટ કેવી રીતે થઈ ગયો. હવે બેંગલુરુના ડૉક્ટરે તેની માતાનો વીડિયો શેર કરીને આનો જવાબ આપ્યો છે.
ખરેખર, બેંગલુરુના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. દીપક કૃષ્ણમૂર્તિએ આ માટે એક ખુલાસો આપ્યો છે. તેણે તેના એક્સ હેન્ડલ પર તેની માતાનો એક વીડિયો શેર કર્યો, જેમાં તે કરોડરજ્જુની સર્જરીના થોડા કલાકો પછી ફ્રેક્ચર થયેલા પગ સાથે ચાલી રહી છે. તેને શેર કરતા તેણે લખ્યું, આ તેવા લોકો માટે છે કે જે લોકો શંકા કરી રહ્યા છે કે, શું સૈફ અલી ખાનની ખરેખર કરોડરજ્જુની સર્જરી થઈ છે, (મજાની વાત તો એ છે કે, આ શંકા કેટલાક ડોક્ટરોએ પણ કરી હતી).
આ મારી માતાનો 2022નો વિડીયો છે જ્યારે તે 78 વર્ષની હતી અને સ્પાઇન સર્જરી થઈ તે જ સાંજે પ્લાસ્ટર ફ્રેક્ચર થયેલા પગ અને કરોડરજ્જુની સર્જરી સાથે તે ચાલી રહી હતી. એક યુવાન સ્વસ્થ વ્યક્તિ વધુ ઝડપથી સ્વસ્થ થઈ શકે છે. જે ડોક્ટરો સૈફના સ્વસ્થ થવા પર શંકા કરી રહ્યા છે, તેમને હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે, તેમને વધુ સારી સારવાર મળવી જોઈએ.
વધુમાં, આગામી ટ્વીટમાં, ડૉ. કૃષ્ણમૂર્તિએ કહ્યું કે, અભિનેતાને ફક્ત એક લીક અને એક ચીરો પડ્યો હતો અને મારી માતા સાથે જે થયું તે ઘણું ખરાબ હતું. કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું હતું. સૈફને ફક્ત સેરેબ્રોસ્પાઇનલ પ્રવાહી લીક થયું હતું અને ડ્યુરા મેટરમાં ચીરો લાગ્યો હતો, જેને સારું કરી નાખવામાં આવ્યું હતું. બીજા દિવસે મારી માતાને રજા આપવામાં આવી. જ્યારે, આજકાલ, જે લોકોએ હાર્ટ બાયપાસ સર્જરી કરાવી છે તેઓ ત્રીજા કે ચોથા દિવસે ચાલવાનું અને સીડી ચઢવાનું શરૂ કરે છે. સોશિયલ મીડિયા પર જતા પહેલા અને ગર્વથી તમારી અજ્ઞાનતા દર્શાવતા પહેલા કૃપા કરીને તમારી જાતને શિક્ષિત કરો, નિષ્ણાતો સાથે વાત કરો, વાંચો અને શીખો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp