26th January selfie contest

વેલેન્ટાઇન ડે પર સુરતી કપલનું આ રોમેન્ટીક ગુજ્જુ સોંગ થશે રીલિઝ

PC: youtube.com

લગ્ન જીવન કહો કે મેરેજ લાઇફ આજે એવો જમાનો છે કે યુગલ લગ્નગ્રંથીથી જોડાય અને થોડા મહિનાઓમાં તો એવી ખટપટો થાય કે, છૂટા પડવાના આરે આવીને ઉભું રહી જાય. આ સિવાયના દામ્પત્ય જીવન જીવી રહેલા યુગલો જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ દામ્પત્યજીવને સમાધાનકારી જીવન બનાવી લે છે. આવા તમામ યુગલોને સુરતનું આઇકોનિક કપલ જગદીશ ઇટાલિયા અને અજીતા ઇટાલિયા એવો સંદેશ આપી રહ્યા છે કે, લગ્નજીવનને ક્યારેય ઘડપણ આવતું નથી, લગ્ન જીવનને સદાયે યુવાન રહેવાનું વરદાન મળેલું હોય છે અને આ જ થીમ સાથે પોતાના લગ્નજીવનની જગદીશ ઇટાલિયા અને અજીતા ઇટાલિયા દ્વારા ગવાયેલું અને તેમના પર જ ફિલ્માવાયેલું ' જબ કોઇ બાત બીગડ જાયે - વાલમ આવો ને 'ને ગુજરાતી ગીતને તા.14મી ફેબ્રુઆરી 2019ને વેલેન્ટાઇન પર્વે લોંચ કરી રહ્યા છે. આજથી વીસ વર્ષ પહેલા જ્યારે જગદીશ ઇટાલિયા અને અજીતા તેજાણી લગ્નગ્રંથીથી જોડાયા હતા ત્યારે તેમનું સ્વપ્ન હતું કે તેમના પર કોઇ ગીતનું ફિલ્માંકન થાય, એ સ્વપ્ન 20 વર્ષે પૂરું થયું છે. આજે પણ આ યુગલ 20 વર્ષ નહીં પણ 20 દિવસ થયા હોય તે રીતે મેરેજ લાઇફને માણી રહ્યા છે અને એ જ તેમના ગુજ્જુ સોંગમાં જોવા મળશે.

' જબ કોઇ બાત બીગડ જાયે - વાલમ આવો ને ' એક કમ્પ્લીટ ગુજરાતી સોંગ છે એવું જણાવતા જગદીશ ઇટાલિયાએ કહ્યું કે ગુજરાતી મ્યુઝિકને પ્રમોટ કરવા માટે થઇને તેમણે જબ કોઇ બાત બિગડ જાયે જેવા સૌથી પ્રચલિત સોંગને પણ ગુજરાતીમાં કન્વર્ટ કરીને ફિચર કર્યું છે. આ ગીતને જોતા જ લાગશે કે કોઇ અદ્દલ બોલિવુડ સોંગને ટક્કર મારે તેવી રીતે સિનેમેટોગ્રાફીના તમામ પાસાઓને આવરી લઇને તૈયાર કરાયું છે. સોને પે સુહાગા નો ઘાટ તો ત્યારે સર્જાયો જ્યારે ભારતની અગ્રગણ્ય મ્યુઝિક કંપની વિનસ મ્યુઝિક્સ પ્રા. લિ. સુરતના જગદીશ ઇટાલિયા અને અજિતા ઇટાલિયા અભિનીત અને આ કપલના કંઠે જ ગવાયેલા ગીતનું વર્લ્ડ પ્રીમિયર વેલેન્ટાઇન ડે ના દિવસે કરી રહી છે.

તા.14મી ફેબ્રુઆરી 2019ને વેલેન્ટાઇન પર્વે કલપ રોમેન્ટીક કપલ સોંગ ' જબ કોઇ બાત બીગડ જાયે - વાલમ આવો ને ' ને વિનસ મ્યુઝિક્સ યુ ટ્યુબ પર તો લોંચ કરશે જ પણ તેની સાથોસાથ સાવન, સ્પોટીફાય, ગુગલ પ્લે, ગાના, એપલ મ્યુઝિક, એમેઝોન પ્રાઇમ, આઇટ્યુન સ્ટોર, મ્યુઝિક્સ વગેરે જેવી 9 મ્યુઝિક ઓડિયો ચેનલ પણ એક સાથો લોંચ કરી રહી છે. કોઇ અદ્લ ગુજ્જુ રોમેન્ટિક સોંગ અને એ પણ સુરતી કપલ દ્વારા અભિનીત તેને આટલા બિગ સ્કેલ પર અગાઉ ક્યારેય લોંચિંગ પેડ મળ્યું નથી. આ પહેલી વખતની ઘટના બની રહી છે.
'જબ કોઇ બાત બીગડ જાયે - વાલમ આવો ને' સોંગ વિશે રેપિડ ફાયરમાં જગદીશ ઇટાલિયાએ આ પ્રકારે સવાલોના જવાબો આપ્યા હતા.
સોંગ ટાઇટલ જબ કોઇ બાત બીગડ જાયે - વાલમ આવો ને

સમય 5 મિનીટ
લોકેશન જોધપુર, રાજસ્થાન
રીલિઝિંગ બાય વિનસ મ્યુઝિક્સ પ્રા.લિ., મુંબઇ
ડાયરેક્ટર અમન સુખડીયા, સુરત અને સૌરભ દેસાઇ, સુરત
પ્રોડ્યુસર અજિતા ઇટાલિયા, સુરત
સ્ટોરી કન્સેપ્ટ અમન સુખડીયા, સુરત અને સૌરભ દેસાઇ, સુરત
વિડીયોગ્રાફી 50એમએમ મિડીયા પ્રોડક્શન્સ
મ્યુઝિક રીઅરેન્જ હાર્દિક ટેલર - સુભાષ દુધાત
લિરીક્સ પ્રેમ દવે, (ગુજરાતી)
ફિચરિંગ જગદીશ ઇટાલિયા અને અજિતા ઇટાલિયા
સિંગર જગદીશ ઇટાલિયા અને અજિતા ઇટાલિયા

જગદીશ ઇટાલિયાએ ગાયેલું આંખનો અફિણી ગીતના યુ ટ્યુબ પર 40 લાખ વ્યુઅર્સ થઇ ચૂક્યા છે

આજથી 2 વર્ષ પહેલા જગદીશ ઇટાલિયાએ તેમની મેરેજ એનીવર્સરીએ અજિતા ઇટાલિયાને સરપ્રાઇઝ આપવા માટે એક ગુજરાતી ગીત ગાયું હતું. આ ગીતના બોલ છે તારી આંખનો અફીણી...બાદમાં આ સોંગને યુ ટ્યુબ પર મૂકવામાં આવ્યું હતું. વિશ્વભરના ગુજરાતીઓને આ સોંગ એટલું ગમ્યું કે અત્યાર સુધીમાં આ સોંગને યુ ટ્યુબ પર 40 લાખ લોકો જોઇ ચૂક્યા છે અને હજુ પણ ટ્રોલ થઇ રહ્યું છે. મ્યુઝિક ક્ષેત્રમાં કોઇ પ્રોફેશનલ કારકિર્દી બનાવવા માટે નહીં પરંતુ, મનમૌજી રીતે પોતાના અંદાજમાં ગીતો ગાઇને એક પ્રકારે મેડીટેશન મળી રહ્યું છે એમ જણાવતા જગદીશ ઇટાલિયાએ કહ્યું કે તેમને ગુજરાતી ગીતો ગાવાની પ્રેરણા ગુજરાતી ગાયક પાર્થિવ ગોહિલમાંથી મળી છે, પાર્થિવ ગોહિલને સાંભળી સાંભળીને આજે તેઓ પણ ગુજરાતી ગીતસંગીતના દિવાના બની ચૂક્યા છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp