આ અભિનેત્રીનું કહેવું છે કે, તે કામ માટે ન્યૂડ થાય તો તેના પતિને કોઈ વાંધો નથી

PC: instagram.com/surveenchawla/

ફિલ્મ 'હેટ સ્ટોરી 2'માં બોલ્ડ સીન્સથી પ્રસિદ્ધ બનેલી એક્ટ્રેસ સુરવીન ચાવલાએ પોતાના એક સ્ટેટમેન્ટથી તેના ફેન્સને ચોંકાવી દીધા છે. તેણે પોતાના લગ્ન અંગે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, મને એ જાણીને નવાઈ લાગે છે કે, મારા લગ્નના સમાચાર સાંભળીને લોકો આશ્ચર્યમાં કેમ પડી જાય છે. લગ્ન બાદ મારી જિંદગી નથી બદલાઈ, પરંતુ વધુ સારી થઈ છે.

સુરવીને કહ્યું હતું કે, જ્યારે મને એવો વ્યક્તિ મળી ગયો, જેની સાથે હું કન્ફર્ટેબલ અનુભવું છું અને જેની સાથે પૂરી જિંદગી વિતાવવા માગું છું, તો પછી હું તેની સાથે લગ્ન કરવામાં મોડું શું કામ કરું. હવે એ જમાનો વિતી ગયો છે, જ્યારે એક્ટ્રેસ પોતાનું કરિયર સેટ કર્યા બાદ લગ્ન કરતી હતી. મારા પતિ મારા પ્રોફેશનલ કમિન્ટમેન્ટને સારી રીતે સમજે છે અને મને તે સપોર્ટ પણ કરે છે. હું સ્ક્રિપ્ટની ડિમાન્ડ પર મારા કો-એક્ટરને કિસ કરું અથવા તેની સામે ન્યૂડ પણ થઈ જાવ તો મારા પતિને ફરક નથી પડતો.

ઉલ્લેખનીય છે કે, સુરવીન ચાવલાએ 2015મા પોતાના બોયફ્રેન્ડ અક્ષય ઠક્કર સાથે ઈટલીમાં લગ્ન કર્યા હતા. હાલમાં તે એકતા કપૂરની વેબ ચેનલ અલ્ટ બાલાજીની સીરિયલ 'હક સે'માં નજરે ચઢી હતી. ટૂંક સમયમાં તે સુજોય ઘોષની શોર્ટ ફિલ્મમાં પણ જોવા મળવાની છે, જેનું નામ 'તીન પહેલિયાં' હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp