સુશાંત સિંહ રાજપુતનો કેસ ઉકેલાઈ ગયો હોત.. હત્યાના દાવા પર બિહારના એક્સ DGPનું

PC: nyooz.com

અભિનેતા સુશાંત સિંહ રાજપુતની મોતનો મામલો ફરીથી એક વખત ચર્ચામાં છે. હાલમાં જ મુંબઈની કૂપર હોસ્પિટલના એક પૂર્વ કર્મચારીએ આ અંગે ચોંકાવનારો દાવો કરતા કહ્યું હતું કે સુશાંતની હત્યા થઈ હતી. હવે આ કડીમાં બિહારના પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડેએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે મહારાષ્ટ્રની હાલની સરકારના સમર્થનની આ મામલામાં સચ્ચાઈ સામે આવી શકે તેમ છે. એએનઆઈના કહેવા પ્રમાણે તેમણે કહ્યું છે કે હવે મહારાષ્ટ્રની સરકારે આશા બદલી નાખી છે કે સચ્ચાઈ સામે આવશે.

આખી સ્થિતિની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમને પણ બનાવવામાં આવી છે. જણાવી દઈએ કે પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડે પ્રારંભિક સેવાનિવૃતિ લેવા અને જદયુમાં સામેલ થતા પહેલા સુશાંત સિંહ રાજપૂતની મોતના મામલાની ટીમના હેડ હતા. ગુપ્તેશ્વર પાંડેએ આરોપ લગાવ્યો છે કે તપાસ દરમિયાન મુંબઈ પોલીસે બિહારથી મોકલવામાં આવેલા અધિકારીઓની ટીમને યોગ્ય સહયોગ આપ્યું ન હતો.

તેમણે કહ્યું કે બિહારથી મોકલવામાં આવેલા અધિકારીઓની એક ટીમ પ્રત્યે મુંબઈ પોલીસનો વ્યવહાર અનૈતિક હતો અને ત્યારે મન લાગ્યું કે તેઓ કંઈક છૂપાવી રહ્યા છે. એક આઈપીએસ અધિકારીને પણ મોકલવામાં આવ્યા હતા, જેને નજરબંધ કરી દીધા હતા. મારી ટીમ અને મને તપાસ માટે પૂરતો સમય મળ્યો ન હતો. જો મને 15 દિવસ મળતે તો મામલાનો ઉકેલ આવી જતે અને મામલાને એ રીતે હેન્ડલ કરવામાં નહીં આવતે જે રીતે કરવામાં આવ્યો છે.

મતલબ છે કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના બાંદ્રા ખાતેના પોતાના ફ્લેટમાં મૃત મળી આવ્યો હતો. જ્યારે કુપર હોસ્પિટલના એક પૂર્વ કર્મચારીએ સુશાંત સિંહ મોતના મામલામાં હત્યા હોવાનો દાવો કર્યો છે. રૂપકુમારે કહ્યું હતું કે SSR અંગે તે હવે એટલા માટે બોલી રહ્યો છે કારણ કે તે નવેમ્બર મહિનામાં રિટાયર થઈ ગયો છે.

રૂપકુમારે દાવો કરતા કહ્યું હતું કે જ્યારે મેં રાજપુતના શરીરને જોયું તો ફ્રેક્ચરના નિશાન હતા અને કેટલાંક દબાવના કરાણે તેની ગરદનની ચારે બાજુ કેટલાંક નિશાન હતા. ગળે ટૂંપો આપવો અને ફાંસીના નિશાન અલગ અલગ હોય છે. રૂપકુમાર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂપમાં સહાયકના રૂપમાં કામ કરતો હતો. અહીં જ સુશાંતની લાશને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp