સુશાંત સિંહ રાજપૂતના વકીલે NCB પર લગાવ્યા આરોપ, કહ્યું જવાબ આપે CBI

PC: habarchhe.com

તાજેતરમાં જ મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રુઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં ડ્રગ્સ પાર્ટી ચાલતી હોવાનું જાણવા મળતા શાહરૂખ ખાનના દીકરાની ધરપકડ કરવામાં આવી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આ કેસમાં અન્ય આઠ વ્યક્તિઓની ધરપકડ કરી છે. આર્યન હાલ જેલમાં છે. જેના જામીન અંગે બુધવારે કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ કેસમાં હજુ તપાસ ચાલી રહી છે. આ માહોલ વચ્ચે એક્ટર સુશાંતસિંહ રાજપુતના ફેમિલી વકીલ વિકાસ સિંહે NCB પર મોટા આરોપ મૂક્યા છે.

 

તેમણે NCB પર સુશાંતસિંહ રાજપુત કેસમાં સફળતા પુર્વક ધ્યાન ભટકાવવાનો આરોપ મૂક્યો છે. એવું કહેવાય રહ્યું છે કે, આ સાથે તેમણે સુશાંતસિંહ રાજપુત કેસમાં અત્યાર સુધી થયેલી તપાસને લઈને CBIનો જવાબ પણ માગ્યો છે. વાવડ એવા મળ્યા છે કે, સુશાંતસિંહ રાજપુત કેસમાં એના પરિવારના વકીલ વિકાસ સિંહે NCB પર આરોપ મૂક્યા છે કે, સુશાંતસિંહ રાજપુત કેસમાં લોકોનું ધ્યાન બીજે ભટકે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો સુશાંત કેસમાંથી લોકોનું ધ્યાન ભટકાવી રહી છે. હું આ કેસમાં CBI પાસેથી પૂરતા જવાબ માગુ છું. એ પ્રશ્ન છે કે, અત્યાર સુધી આ કેસમાં તેમણે શું કર્યું? સુશાંતની બહેન શ્વેતાસિંહે કીર્તિએ ગત વર્ષે જે જૂનો વીડિયો ટ્વીટ કર્યો હતો એ ફરીથી શેર કર્યો છે. આ સાથે તેમણે લખ્યું કે, આ વીડિયો શેર કર્યો એને એક વર્ષ થયું છે. CBI તપાસની એક માત્ર આશા હતી.

 

જેથી આશા હતી કે સત્ય સામે આવશે. અમે શાંતિથી ખૂબ લાંબા સમય સુધી રાહ જોઈ છે. હાથ જોડીને વિનંતી કરૂ છું કે, સાચું શું છે એ અમને જણાવો. તાજેતરમાં જ શાહરૂખ ખાનના ઘરની બહાર સુશાંતસિંહ રાજપુતના કેટલાક સમર્થકો પણ પહોંચ્યા હતા. એમનું એવું કહેવું હતું કે, શાહરૂખ ખાન સુશાંતના મોટા ફેન હતા. ફિલ્મોમાં આવવા માટે તેઓ એક પ્રેરણા રહ્યા છે.

જો આજે સુશાંત જીવીત હોત તો તે શાહરૂખ ખાનને જરૂર સપોર્ટ કરે એમ હોત. એનસીબી દ્વારા આર્યન ખાન ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટનો સભ્ય હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. જો કે, હવે એનસીબી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, આર્યન ખાન ચાર વર્ષથી ડ્રગ્સ લે છે. તેવામાં ભારતમાં ડ્રગ્સ સંબંધી કાનૂન પર આપવામાં આવતી સજા જોઈએ તો, આર્યન ખાનને છ મહિનાથી લઈને એક વર્ષ સુધીની જેલવાસની સજા થઈ શકે છે. NCBએ અત્યાર સુધી NDPS અધિનિયમની 4 કલમો લગાવી છે. જેમાં એક્ટની કલમ 8 (સી) સામેલ છે. આ એક્ટમાં ડ્રગ્સ અને બીજા નશીલા પદાર્થના ઉત્પાદન, રાખવા, વેચવા, ખરીદવા, ઉપયોગ કરવા, આયાત કરવા, નિર્યાત કરવા માટે વ્યાપક જોગવાઈ છે. આ સાથે જ કલમ 20 (બી) ભાંગના ઉપયોગ સંબંધિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp