ફિલ્મ ‘પાની’ને કારણે સુશાંતે યશરાજ સાથે કરાર તોડ્યો હતો, જુઓ ચોંકાવનારા ખુલાસા

PC: zoomtventertainment.com

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના મામલામાં બાંદ્રા પોલિસ અત્યાર સુધીમાં ઘણાં લોકો સાથે પૂછપરછ કરી ચૂકી છે. એક દિવસ પહેલા પોલિસે યશરાજ ફિલ્મ્સના બે સીનિયર ઓફિસર સાથે ઘણાં કલાકો સુધી પૂછપરછ કરી હતી. હવે પોલીસે યશરાજ ફિલ્મ્સની કાસ્ટિંગ ડાયરેક્ટર શાનૂ શર્મા સાથે વાત કરી અને જેમાં ઘણાં ખુલાસા થયા છે.

શાનૂ શર્માએ પોલીસને નિવેદન આપ્યું કે, સુશાંત યશરાજ સાથે પોતાની ત્રીજી ફિલ્મ પાનીને લઇ ખૂબ ઉત્સાહિત હતો. યશરાજ પણ તેને બિગ બજેટ ફિલ્મ બનાવવા માગતી હતી. યશરાજ ફિલ્મે આ ફિલ્મના પ્રી પ્રોડક્શન પર 4-5 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કર્યો. પણ આદિત્ય ચોપરા અને શેખર કપૂરની વચ્ચે ફિલ્મ બનાવવાને લઇ એક સંમતિ બની નહીં. બંનેમાં ઘણાં ક્રિએટિવ મતભેદો હતા. જેને કારણે આ ફિલ્મ બની શકી નહીં. આ ફિલ્મ નહીં બનવા પર સુશાંત ખૂબ દુઃખી થયા અને તેમણે યશરાજ ફિલ્મ્સ છોડવાનો નિર્ણય લીધો.

પરસ્પર સંમતિથી કરાર ખતમ થયો

પોલીસે શાનૂ શર્માને પૂછ્યું કે કરારની ત્રીજી ફિલ્મ નહીં કરવા છતાં પણ સુશાંતને યશરાજ ફિલ્મ્સે જવા શા માટે દીધો? જેના પર શાનૂએ કહ્યું કે, સુશાંતે અમને યશરાજ છોડવાની વિનંતી કરી હતી. અમે આ મુદ્દાને વધારે ખેંચવા નહોતા માગતા. બધાની મંજૂરી પછી જ આ કરાર ખતમ થયો હતો. માટે યશરાજે સુશાંતને ત્રીજી ફિલ્મ કરવા પર ભાર મૂક્યો નહીં અને તેને કરારમાંથી રીલિઝ કરી દીધો.

પણ હવે પોલીસ શાનૂ શર્માના આ નિવદેન પર વધુ ઝીણવટથી તપાસ કરવા માગે છે, માટે પોલીસ તેને ફરી બોલાવી શકે છે. સાથે જ આ ડીલમાં સામેલ અન્ય લોકોના પણ નિવેદન લેવામાં આવશે.

યશરાજ ફિલ્મ્સથી નાખુશ નહોતો સુશાંત

શાનૂ શર્માને જ્યારે પૂછવામાં આવ્યું કે સુશાંતે રિયાને પણ યશરાજ છોડવા માટે કહ્યું હતું, તો આખરે એવું શું થયું હતું કે સુશાંત યશરાજથી આટલા નાખુશ હતા. તેના પર શાનૂએ જણાવ્યું કે, સુશાંત યશરાજથી નાખુશ નહોતા. ફિલ્મ બની શકી નહીં, તો સુશાંત કરારમાંથી બહાર નીકળી ગયા અને યશરાજ ફિલ્મે પણ તેમને રોક્યા નહીં. આ બધું કોઇપણ પ્રકારના હંગામા વિના થયું હતું.

યશરાજ સુશાંતને ઓરંગઝેબ માટે કાસ્ટ કરવા માગતા હતા

શાનૂ શર્માએ પોલીસને જણાવ્યું કે, સુશાંત પર યશરાજની નજર ઝલક દિખલા જા રિયાલિટી શો દરમિયાન પડી હતી. મેં જ તેને કાસ્ટ કર્યો હતો. યશરાજ સુશાંતને ઓરંગઝેબ માટે કાસ્ટ કરવા માગતા હતા. જેમાં સુશાંતને અર્જુનના ભાઈનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. પણ સુશાંતને તે ફિલ્મ માટે યશરાજ દ્વારા મોકલવામાં આવેલો મેલ મળ્યો નહીં. જ્યારે સુશાંતે ફરી યશરાજનો સંપર્ક કર્યો ત્યારે તે કાઇ પો છે ફિલ્મ કરી રહ્યા હતા. માટે ત્યાર પછી યશરાજે સુશાંતને શુદ્ધ દેસી રોમાન્સ માટે સાઇન કર્યો. સુશાંતની યશરાજ સાથે બીજી ફિલ્મ બ્યોમકેશ બક્શી હતી. ત્રીજી ફિલ્મ 150 કરોડના બજેટની પાની હતી, જે બની શકી નહીં અને સુશાંતે યશરાજ સાથે કરાર સમાપ્ત કરી દીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp