જાદુ ટોના કરતી હતી રિયા, સુશાંતના ઓફિસ બોયે લગાવ્યા ચોંકાવનારા આરોપ

PC: businessupturn.com

સુશાંત સિંહ રાજપૂત 14 જૂનના રોજ મુંબઈના બાંદ્રા સ્થિત તેના ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ જાતજાતની અટકળો લગાવવામાં આવી રહી હતી. તેના નિધન બાદ તેની ગર્લફ્રેન્ડ CBI તપાસની માગણી કરી રહી હતી, પરંતુ સુશાંતના પિતા કે. કે. સિંહે પટનામાં રિયા ચક્રવર્તી વિરુદ્વ FIR દાખલ કરાવ્યા બાદ રિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને પટનામાં નોંધાયેલા કેસને મુંબઈ ટ્રાન્સફર કરવાની અરજી કરી હતી. હવે સુશાંતના કેસની તપાસ મુંબઈ અને પટના પોલીસ કરી રહી છે, ત્યારે રિયા ચક્રવર્તી ગાયબ છે. તેનો મોબાઈલ પણ બંધ છે. સુશાંતના પિતાએ પટનામાં રિયા વિરુદ્વ નોંધાવેલા કેસ બાદ રિયા બાબતે ધીમે-ધીમે નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે અને તે આ કેસને નવો વળાંક આપી રહ્યાં છે.

સુશાંત સિંહ રાજપૂતનું કોકડું સતત ગૂંચવાતુ જ જઈ રહ્યું છે. તે સોલ્વ થવાનું નામ જ નથી લઈ રહ્યું. આ મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના પિતા કે. કે. સિંહે FIR નોંધાવ્યા બાદ હવે મુંબઈ પોલીસ સાથે બિહાર પોલીસ પણ આ કેસની તપાસ કરવામાં લાગી ગઈ છે. સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પીઠાનીના નિવેદન બાદ હવે સુશાંત સિંહ રાજપૂતના એક્સ ઓફિસ બોયે રિયા ચક્રવર્તીને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સુશાંત સિંહ રાજપુતના એક્સ ઓફિસ બોય રામે સુશાંત સાથે જાન્યુઆરી, 2019થી જાન્યુઆરી, 2020 સુધી કથિત રીતે ઓફિસ બોય તરીકે કામ કર્યું હતું. તેણે કહ્યું કે, રિયાના કહેવા પર તેને કાઢવામાં આવ્યો હતો.

રામના જણાવ્યા અનુસાર, સુશાંત સિંહ મજબૂત વ્યક્તિ હતો, આપઘાત જેવુ પગલું તે ભરી શકે તેમ નહોતો. રામનું કહેવું છે કે, રિયાના આવ્યા બાદ બીજા કર્મચારીઓની જેમ તેને પણ હેરાન કરવામાં આવી રહ્યો હતો. પગાર મોડું આપવાનું શરૂ થઈ ગયું. કામ કરવાનો સમય વધારી દેવામાં આવ્યો. રિયા કર્મચારીઓ પાસે પોતાના પર્સનલ કામો પણ કરાવતી હતી અને કર્મચારીઓ દ્વારા તેની વાતો સાંભળવા પર ઝઘડો કરતી હતી. રિયાના આવતા પહેલા સુશાંત ખુશ હતો, તેના આવ્યા પછી સુશાંતના ચહેરા પર નિરાશા છવાયેલી રહેતી હતી. રિયા જાદુટોણાં કરતી હતી. એક પછી એક જે રીતે રિયા ચક્રવર્તીને લઈને ખુલાસાઓ થઈ રહ્યા છે, તે સુશાંતના પ્રકરણને અલગ વળાંક આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, રિયાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં, તેણે કાયદા પર ભરોસો હોવાની વાત કહેતા કહ્યું હતું કે, સત્યની જીત થશે. આ વીડિયો બાદ રિયાનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે અને પોલીસ તેનું લોકેશન ટ્રેસ કરી શકતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp