
બોલિવુડના દબંગ સલમાન ખાન અને બિગ બોસનો જૂનો સંબંધ રહ્યો છે, તે બેક ટૂ બેક બિગ બોસના 12 સિઝનને હોસ્ટ કરી ચૂક્યો છે, તો પણ દર વર્ષે આ પ્રશ્ન જરૂર ઉભો થાય છે કે, સલમાન ખાન બિગ બોસની આગામી સિઝનને હોસ્ટ કરશે કે નહીં. સિઝન 16ને લઈને પણ ફેન્સમાં સલમાન ખાનની હોસ્ટિંગને લઈને સસ્પેન્સ છે, જેનો જવાબ એક્ટરે પોતે જ આપ્યો છે.
સલમાન ખાને અબુ ધાબીમાં આઈફા 2022ના સ્ટેજ પર દેશના સૌથી મોટા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. સલમાન ખાને પ્રથમ વાર આઈફા હોસ્ટ કર્યો છે. શો ટીવી પર 25 જૂને ટેલીકાસ્ટ કરવામાં આવશે. આઈફાના ગ્રીન કાર્પેટ પર સલમાને બધી અટકળો પર વિરામ લગાવતાં જણાવ્યું કે, તે ગત 11-12 વર્ષોથી બિગ બોસ હોસ્ટ કરી રહ્યો છે. સલમાન ખાને કન્ફર્મ કર્યું કે, તે બિગ બોસ 16ને પણ હોસ્ટ કરી રહ્યો છે.
ફેન્સ તેમના ફેવરિટ હોસ્ટ સલમાન ખાનને એક વાર દેશના મોસ્ટ કંટ્રોવર્શિયલ શો બિગ બોસમાં જોવા માટે તૈયાર રહેશે. સલમાન ખાનની હોસ્ટિંગ રિયાલિટી શોનો પ્લસ પોઈન્ટ છે. ફેન્સ માટે તો બિગ બોસનો અર્થ જ સલમાન ખાન છે. સલમાન ખાનનો બેબાક અને દબંગ સ્વેગ તેને બિગ બોસનો પરફેક્ટ હોસ્ટ બનાવે છે. સલમાનની જગ્યાએ આ શો કોઈ બીજાને હોસ્ટ કરતા જોવાની કલ્પના પણ ફેન્સ કરી શકતા નથી.
બિગ બોસની વાત કરવામાં આવે તો, 2022માં શોની 16મો સિઝન આવશે. બિગ બોસ 15ને તેજસ્વી પ્રકાશે જીત્યું છે. તેમજ, પ્રતીક સહજપાલ ફર્સ્ટ રનરઅપ રહ્યો છે. ગત વર્ષથી શોને સારી ટીઆરપી અને કન્ટેસ્ટેન્ટસ નથી મળી રહ્યા. આશા છે કે, સિઝન 16 ફેન્સની આશાઓને પૂરું કરશે અને દર્શકોને ખૂબ જ એન્ટરટેઈન કરશે.
આ સ્ટાર્સ હોઈ શકે છે કન્ટેસ્ટેન્ટસ
શોમાં સહભાગી થતાં કન્ટેસ્ટેન્ટસમાં અત્યાર સુધી દિવ્યાંકા ત્રિપાઠીના નામની ચર્ચા છે. રિપોર્ટ અનુસાર, મેકર્સે તેને બિગ બોસ માટે અપ્રોચ કર્યું છે. તેના ઉપરાંત જન્નત ઝુબૈરનું નામ પણ સામે આવી રહ્યું છે. સાથે જ શિવાંગી જોશી અને માહી વિઝને પણ શોની ઓફર મળી છે. જોકે, તેના વિષે અત્યાર સુધી ઓફિશિયલ માહિતી મળી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp