26th January selfie contest

અતીક અહમદની હત્યા પર સ્વરા બોલી- આમાં ઉજવણી કરવા જેવું નથી...

PC: twitter.com

અતીક અહમદ અને તેના ભાઈ અશરફના મર્ડર બાદ ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ટ્વીટ કરીને પોતાના વિચાર રજૂ કર્યા હતા. સ્વરા ભાસ્કરે કહ્યું હતું કે, આ એક્સ્ટ્રા જ્યુડિશિયલ કિલિંગ અથવા પછી એન્કાઉન્ટર જેવી કોઈ વસ્તુ નથી, જેની ઉજવણી કરાય, આ સિગ્નલ આપે છે કે રાજ્ય નિગમ વિરુદ્ધ કામ કરે છે. આ સિગ્નલ આપે છે કે, રાજ્યની એજન્સીઓની વિશ્વસનીયતા ખતમ થઇ ગઈ છે, કારણ કે તે  ક્રિમિનલ્સની જેમ કામ કરી રહ્યા છે અથવા તેમને સક્ષમ કરી રહ્યા છે. આ મજબૂત શાસન નથી, આ અરાજકતા છે.

અતીકના બાકીના 4 સંતાનોને પણ કોઇને કોઈ બહાને મારી નખાશેઃ નેતા રામગોપાલ યાદવ

શનિવારે રાત્રે ઉત્તર પ્રદેશના માફિયા અતીક અહમદ અને તેના ભાઇ અશરફને પોલીસ અને મીડિયાની સામે જ મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. આ ઘટના બાદ વિરોધ પક્ષે યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, જેમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવે પણ UP સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, પોલીસના હાથમાં અતીક અને તેના ભાઈ અશરફની હથકડીની હથકડી હતી. આ સુનિયોજિત હત્યા કરવામાં આવી છે. તપાસ કરનારી એજન્સી યોગ્ય હશે તો મોટા લોકો આમાં ફસાશે. CMએ કહ્યું હતું કે, મીટ્ટી મેં મીલા દેંગે. એટલે હત્યા કરનારા લોકોનું કંઇ થવાનું નથી. જે ઉત્તર પ્રદેશમાં થઇ રહ્યું છે, એવું ક્યારેય ઇતિહાસમાં નથી થયું. લોકતંત્રના ખાત્મા વાળો આ રસ્તો છે. પહેલા રાજાશાહીમાં આવું થતું હતું.

રામગોપાલ યાદવે કહ્યું હતું કે, અતીક મીડિયા ટ્રાયલને કારણે માર્યો ગયો. કોઈપણ કેસમાં અતીક પર આરોપ સાબિત નથી થયો. એવા લોકો મોટા મોટા પદ પર બેસેલા છે, જેમણે બોમ્બ ફેંકીને લોકોને મરાવી દીધા હતા. તેમને કોઈ ગેંગસ્ટર નથી કહેતું. અલ્હાબાદમાં લોકોમાં ચર્ચા છે કે અતીકના પાંચ બાળકો છે, છે એકને મારી નાખ્યો, જે બચેલા 4 છે તેને પણ કોઈને કોઈ બહાને મારી નાખવામાં આવશે. ભલે દેશ બરબાદ થઇ જાય તમે ચૂંટણી જીતવા માટે કંઇ પણ કરી શકો છો.

પરીક્ષાની તૈયારીથી હત્યારા કેવી રીતે બન્યા, ત્રણેયે જણાવ્યું હત્યા કરવાનું કારણ

પ્રયાગરાજમાં અતિક અહમદ અને અશરફને ગોળી મારનાર 3 હુમલાવર પોલીસની કસ્ટડીમાં છે. રિપોર્ટ્સ મુજબ, આ ત્રણેયએ પોલીસને જણાવ્યું કે, તેનું ઉદ્દેશ્ય પોતાનું નામ બનાવવાનું અને ગુનાની દુનિયામાં મુકામ હાંસલ કરવાનું છે. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય પહેલા પણ ગુનાહિત ગતિવિધિઓમાં સામેલ રહ્યા છે અને જેલ પણ જઈ ચૂક્યા છે. એક આરોપી બાબતે જાણકારી મળી છે કે તે પરીક્ષાની તૈયારી કરવા માટે પ્રયાગરાજ ગયો હતો, પરંતુ ધીરે ધીરે તે ગુનાની દુનિયા તરફ જતો રહ્યો.

આ ત્રણેય હુમલાખોરની ઓળખ હમીરપુરના રહેવાસી શનિ, કાસગંજના રહેવાસી અરુણ અને બાંદાનો રહેવાસી લવલેશ તરીકે થઈ છે. પોલીસ રેકોર્ડમાં ત્રણેય લોકો ગુનેગાર છે. આ ત્રણેય જ લૂંટ, હત્યા અને આ પ્રકારના તમામ આરોપોમાં જેલ જઈ ચૂક્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જેલમાં જ તેમની મિત્રતા થઈ. અતિક અને અશરફની હત્યા કરીને આ ત્રણેય ડોન બનવા માગે છે. ત્રણેય આરોપીઓમાંથી એક શનિએ જણાવ્યું કે, તે પ્રયાગરાજ પરીક્ષાની તૈયારી કરે છે. બાકીઓએ પણ એમ જ જણાવ્યું. સખ્તાઈથી પૂછપરછમાં આ લોકોએ પોતાની ગુનાહિત કુંડળી પણ બતાવી.

રિપોર્ટ્સ મુજબ, તેમનું કહેવું છે કે નાના-મોટા ગુનાઓમાં જેલ જવાથી નામ થઈ રહ્યું નહોતું. આ દરમિયાન ખબર પડી કે અતિક અને અશરફને મેડિકલ માટે હૉસ્પિટલ લઈ જવામાં આવે છે. પછી આ ત્રણેયએ વિચાર્યું કે અતિકને મારી દીધો તો રાજ્યમાં નામ થઈ જશે અને જે લોકો અતિકથી ડરતા હતા, તેઓ તેમનાથી ડરશે. આ ત્રણેયએ શુક્રવારે જ હૉસ્પિટલની રેકી કરી હતી. શનિવારે આ મીડિયાકર્મી બનીને પહોંચ્યા અને તુરંત હુમલો કરી દીધો. હવે પોલીસે આ ત્રણેયના સ્થાનિક પોલીસ સ્ટેશનો સાથે સંપર્ક કરીને પણ જાણકારી માગી છે. કહેવામાં આવ્યું કે, શનિવારે રાત્રે જ પોલીસ તેમના ઘરો પર પણ પહોંચી હતી. પોલીસે તેમના પરિવારજનોની પણ પૂછપરછ કરી.

અતિકના હત્યારા લવલેશના ઘરની જાણકારી મળી છે. તે ક્યોતરા વિસ્તારનો રહેવાસી છે. તેના પિતા યજ્ઞ કુમારે જણાવ્યું કે, તેને ટી.વી. દ્વારા ખબર પડી કે અતિક અને અશરફને ગોળી મરનારા ત્રણ આરોપીઓમાં તેનો દીકરો પણ છે. તેનું લવલેશ સાથે કોઈ લેવું-દેવું નથી. તે ક્યારે ઘરે આવે છે, ક્યારે જાય છે કંઈ ખબર નથી. 5-6 દિવસ અગાઉ તે ઘરે આવ્યો હતો. અમારી લવલેશ સાથે વર્ષોથી વાતચીત બંધ છે. તે કોઈ કામધંધો કરતો નથી. બસ આખો દિવસ નશો કરે છે એટલે પહેલાથી જ ઘરના બધા લોકોએ તેની સાથે વાતચીત બંધ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp