26th January selfie contest

સુનિલ શેટ્ટીના દીકરાની ફિલ્મ ‘તડપ’એ બીજા દિવસે આટલા કરોડની કરી કમાણી

PC: youtube.com

અહાન શેટ્ટી અને તારા સુતારિયાની ફિલ્મ ‘તડપ’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. ‘તડપ’થી સુનિલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીએ બોલિવુડમાં ડેબ્યૂ કર્યું છે. ફિલ્મને લઈને પહેલાથી જ દર્શકો વચ્ચે બઝ બેનલો હતો. આ વાતનો ફાયદો મેકર્સને મળી રહ્યો છે. ફિલ્મે રીલિઝના પહેલા દિવસે 4.05 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. હવે બીજા દિવસે પણ તેની કમાણી શાનદાર થઈ રહી છે. અહાન શેટ્ટીની ફિલ્મ ‘તડપ’એ પહેલા દિવસે 4.5 કરોડ રૂપિયાની કમાણી કરીને બધાને સરપ્રાઈઝ કરી દીધા. શનિવારે ફિલ્મે 13 ટકા ઓક્યૂપેંસી નોંધાઇ હતી. સવારે શૉની શરૂઆત 8 ટકા સાથે, બપોરે આંકડો 11 ટકા થયો અને રાતે આ આંકડો 18 ટકા પહોંચી ગયો.

હવે બીજા દિવસના આંકડા પણ સામે આવ્યા છે. આ ફિલ્મે શનિવારે આ જ સ્પીડ યથાવત રાખતા 4.12 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ હિસાબે બે દિવસમાં ‘તડપ’ની કમાણી 8.17 કરોડ રૂપિયા થઈ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં આ ફિલ્મ પુરપાટ ઝડપ પકડશે અને શાનદાર કમાણી કરશે. ફિલ્મમાં અહાન શેટ્ટીના કામના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. તેણે ઈમોશનલ સાથે સાથે એક્શન અવતાર દેખાડ્યો છે. તારા સુતારિયાએ પણ પોતાનું કામ સારી રીતે કર્યું છે.

અહાન શેટ્ટીની ફિલ્મ ‘તડપ’ સુપરહિટ તેલુગુ ફિલ્મ RX 100ની રિમેક છે. ફિલ્મમાં અહાન શેટ્ટી સાથે તારા સુતારિયા લીડ રોલમાં છે. અહાન શેટ્ટી અને તારા સુતારિયાની સ્ટાર ફિલ્મને ફોક્સ સ્ટાર સ્ટૂડિયોઝ અને સાજિદ નાડિયાદવાલાએ મળીને પ્રોડ્યૂઝ કરી છે. તડપ 3 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી. આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ નથી પરંતુ ખાસ કરીને યંગ જનરેશનને ટારગેટ કરે છે. ફિલ્મના ડિરેક્ટર મિલન લુથરિયા છે. કચ્ચે ધાગે, ધ ડર્ટી પિક્ચર, ટેક્સી નંબર 9211 અને બાદશાહો જેવી ફિલ્મો આપી ચૂક્યા છે. ફિલ્મને સાજિદ નડિયાદવાલાના પ્રોડક્ટ બેનર નાડિયાદવાલા ગ્રેસન્સે પ્રોડ્યૂસ કરી છે.

તડપે શનિવારે પૂણે અને ચેન્નાઈમાં શાનદાર પ્રદર્શન કર્યું. ફિલ્મે ચેન્નાઈમાં લગભગ 23 ટકા ઓક્યૂપેન્સી નોંધી અને પૂણેમાં લગભગ 24 ટકા ઓક્યૂપેન્સી નોંધી હતી. હૈદરાબાદ અને મુંબઇમાં પણ ઓક્યૂપેન્સી સારી રહી અને તડપે અહીં 19-20 ટકા ઓક્યૂપેન્સી નોંધી. તડપનું બજેટ માત્ર 20 કરોડ રૂપિયાનું છે એટલે માનવામાં આવી રહ્યું છે કે 1650 સ્ક્રીન પર રીલિઝ થયેલી આ ફિલ્મ યુવાઓમાં પોતાની પકડ બનાવી રાખશે. જોકે તડપને 10 ડિસેમ્બરે ટક્કર મળશે આયુષ્યમાન ખુરાના અને વાણી કપૂરની અનોખી લવ સ્ટોરી ચંડીગઢ કરે આશિકી કે સાથ.

તડપ પાસે સારો એવો ચાન્સ છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ઓછામાં ઓછી 30-32 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે કેમ કે તડપ પાસે કમાવા માટે એક મોટી સ્પેસ છે. બોક્સ ઓફિસ પર આગામી ફિલ્મ રીલિઝ થશે 24 તારીખે. ત્યાં સુધી અહાન શેટ્ટી અને તારા સુતારિયા બોક્સ ઓફિસ પર ટકેલા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp