એકલ દોકલ દર્શકો વચ્ચે રિલીઝ કરાઇ 'ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર'

PC: bookmyshow.com

ફિલ્મ પદ્માવત રિલીઝ થયા બાદ હંગામા અને પેટ્રોલ બોમ ફેંકવાની ઘટના બાદ શુક્રવારે 'ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર' ની રિલીઝ દરમિયાન દિલ્હીના આર આર સિનેમાની બહાર પોલીસ સુરક્ષાનો બંધોબસ્ત કરવામાં આવ્યો. સિનેમા હોલની બહાર ભારે પોલીસ તૈનાત હતી. છેલ્લા કેટલાક દિવસોમાં ફિલ્મ પદ્માવતને લઇને દેશભરમાં ભારે વિરોધની આગ લાગી હતી અને એ રુડકીમાં પણ ભડકી હતી. આર આર સિનેમાંની બહાર કોઇએ પેટ્રોલ બોમ ફેંકી આ દિધો હતો, જેનાથી બબાલ થઇ ગઈ, દર્શકોમાં ભાગદોડ થઇ ગઇ હતી અને તેના કારણે પોલીસ અને પ્રસાશનનમાં ભાગદોડ મચી ગઇ.

પોલીસે જગ્યા પર પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારથી સિનેમા હોલ પ્રબંધન આ રીતની ફિલ્મની રિલીઝ દરમિયાન ખુબ સતર્ક રહે છે. હવે પૂર્વ પ્રધાન મંત્રી મનમોહન સિંહ પર બનેલી ફિલ્મ 'ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર' નો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

'મનમોહન' નહી મોહ મેળવેલ દૂનવાસિઓનુ મન

શુક્રવારે રિલીઝ થવા બાદ આર.આર. સિનેમાના મેનેજર અક્ષિત જૈને પોલીસ સુરક્ષાની માંગ કરી હતી. તેણે કહ્યુ હતુ કે પદ્માવત રિલીઝ પર બાદ જે હોબાળો થયો હતો તે બીજીવાર ન થાય, તેને લઇને સિનેમા હોલની બહાર પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવે છે. પોલીસ અને પ્રશાશનના અધિકારીઓના મામલાને ગંભીરતા ને જોતા સિનેમા હોલની બહાર પોલીસ ફોર્સ તૈનાત કરવા અને વિરોધ અથવા બબાલ પર તત્કાલ કાર્યવાહી કરવાનુ કહ્યુ હતુ. એસપી દેહાત નવનીત સિંહએ જણાવ્યુ કે ફિલ્મ રિલીઝ માટે સુરક્ષા માંગવામાં આવી હતી. જો કે શુક્રવારે સિનેમા હોલની બહાર ફોર્સ તૈનાત કરવામાં આવી છે. ફિલ્મ 'ધ એક્સિડેંટલ પ્રાઇમ મિનિસ્ટર' દૂનવાસિઓને આકર્ષિત કરી શકી નથી  શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મનો પહેલો શો જોવા ગણ્યા ગાઠ્યા દર્શકો સિનેમાઘરોમાં પહોંચ્યા. જો કે રાજનીતિની સમજ રાખવાવાળા માટે આ ફિલ્મ સારી છે.

સિલ્વર સિટી મલ્ટીપ્લેક્સની વાત કરીએ તો અહી સવારે 10.15ના શોમાં 300 સીટો પર ફક્ત 36 દર્શકો ફિલ્મ જોવા પહોંચ્યા હતા. મોટાભાગના અન્ય થિયટરોની પણ આવી જ સ્થિતિ હતી. ટ્રેલર રીલિઝ બાદથી વિવાદોમાં ઘેરાયેલી આ ફિલ્મ શુક્રવારે દેશભરમાં સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મમાં દરેક કિરદારોને ખુબ સારી રીતે નિભાવવામાં આવ્યુ છે. પછી ભલે મનમોહન સિંહના કિરદારમાં અનુપમ ખેર હોય કે સોનિય ગાંધીની ભૂમિકામાં સુજૈન બર્નટ. સિલ્વર સિટીથી ફિલ્મ જોઇને નિકળેલા દર્શકોએ જણાવ્યુ કે આ ફિલ્મ એ લોકો માટે સારી સમજ રાખે છે.

તેમણે કહ્યું કે અક્ષય ખન્ના ફિલ્મનો જીવ છે. મતલબ કે ફિલ્મ જોવા લાયક છે. એનએસયૂઆઇના મીડિયા સમન્વયક વિકાસ નેગીએ જણાવ્યુ કે ફિલ્મમાં પૂર્વ પ્રધાન મંત્રી મનમોહન સિંહની ગરિમાને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઘણા કિરદારોને ખોટા બતાવવામાં આવ્યા છે.

મનમોહન બન્યા અનુપમ ખેરે ખોલ્યુ રહસ્ય

ફિલ્મમાં અનુપમખેરના પૂર્વ પ્રધાન મંત્રી મનમોહન સિંહના કિરદારને ખૂબ સારી રીતે પડદા પર ઉતારવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ ઘણીવાર તેમના બોલવાના અંદાજ પર દર્શકો પોતાની હસી રોકી નથી શક્યા. આખી ફિલ્મમાં અક્ષય ખન્ના જ છવાયેલ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp