26th January selfie contest

શેરબજાર સ્કેમ પર બનેલી અભિષેકની The Big Bull જોવા જેવી છે કે નહીં, વાંચો રિવ્યૂ

PC: gadgets360cdn.com

શેર બજારની સમજ સૌ કોઇને હોતી નથી, પણ જે તેને સંજી જાય છે તે હીરો બની જાય છે. હર્ષદ મહેતા એક એવો વ્યક્તિ હતો જેણે 1992માં શેર બજારને હલાવી દીધું હતું. ફિલ્મ The Big Bull ભલે હર્ષદ મહેતાના જીવન પર આધારિત હોય પણ તેને ફિલ્મી રીતે રજૂ કરવામાં આવી છે. જેણે પણ વેબ સીરિઝ સ્કેમ 1992- ધ હર્ષદ મહેતા સ્ટોરી જોઇ છે, તે આ ફિલ્મની સરખામણી કરી શકે છે.

ફિલ્મને OTT પ્લેટફોર્મ પર રીલિઝ કરી દેવમાં આવી છે. આ ફિલ્મ 1992માં હર્ષદ મહેતા દ્વારા શેર બજારમાં કરવામાં આવેલા કૌભાંડ વિશે છે.

સ્ટોરી

The Big Bullની સ્ટોરી શરૂ થાય છે 2020થી, જ્યાં પત્રકાર મીરા રાવ(ઈલિયાના ડિક્રૂઝ) એક પ્રસિદ્ધ પત્રકાર છે, તે હેમંત શાહ પર લખેલા પોતાના પુસ્તકનું અનાવરણ કરે છે. અહીં શરૂ થાય છે ફિલ્મની સ્ટોરી. હેમંત શાહના પાત્રમાં અભિષેક બચ્ચન જોવા મળશે. જે પોતાના પરિવાર સાથે મુંબઈની એક ચોલમાં રહે છે, પણ તેના સપના ખૂબ મોટા હોય છે. તે એક યુવતીને પ્રેમ કરે છે પણ તેના પિતા હેમંત સામે ઘણી શરતો રાખે છે. સપના અને પ્રેમને પામવા માટે તે શેર બજાર તરફ વળે છે. ધીમે ધીમે તે એમાં આગળ વધવા લાગે છે. હેમંત પોતાના ભાઈ વીરેન(સોહમ શાહ)ની સાથે મળી શેર બજારમાં કામ કરે છે.

રિવ્યૂ

એક વધી રહેલી અર્થવ્યવસ્થામાં સૌ કોઇ અમીર બનવા માગે છે. આ અમીર બનવાના રસ્તામાં ઘણાં ખોટા માર્ગો પકડી લે છે. જેમાં અમુક પકડાઇ પણ જાય છે. હર્ષદ મહેતાની સ્ટોરી પણ આવી જ છે. આના પર આ પહેલા પ્રતીક ગાંધીની સ્કેમ 1992 આવી ગઇ છે, જેને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. સ્ટોરી સૌ કોઇને ખબર છે, માટે બિગ બૂલના ડિરેક્ટર કૂકી ગુલાટી માટે આ એક અઘરું કામ હતું કે નવી રીતે લોકો સામે કઇ રીતે રજૂ કરી શકાય તે પણ અઢી કલાકની ફિલ્મમાં.

જે વાત ખટકે તે એ છે કે, એક કૌભાંડ કરનારા વ્યક્તિને મહિમામંડિત રીતે શા માટે દેખાડવામાં આવ્યો છે. તેને મીડલ ક્લાસનો મસીહા શા માટે દેખાડવામાં આવ્યો છે. ખેર, હેમંત મહેતાના પાત્રમાં અભિષેક ખૂબ શોભે છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે પૂંજીવાદી વ્યવસ્થામાં બાબતોને મેન્યુપ્લેટ કરીને બદલી શકાય છે. ફિલ્મમાં સ્ટોરીને સારી રીતે દેખાડવામાં આવી છે અને જૂના બોમ્બેને દેખાડવામાં ડિરેક્ટર સફળ રહ્યા છે.

અભિષેક બચ્ચનના અભિનયની તમારે પ્રશંસા કરવી પડશે, જ્યારે તમને ખબર છે કે તેના પાત્રને વધારે ડીપમાં દેખાડી શકાય એમ છે. બચ્ચને તેના પાત્રને પૂરો ન્યાય આપ્યો છે અને તેની મહેનત પણ દેખાઇ છે. ફિલ્મમાં જે લવ સ્ટોરીનો એંગલ નાખવામાં આવ્યો છે તે સ્ટોરીને ધીમી પાડે છે. પત્રકાર મીરા રાવના પાત્રમાં ઈલિયાના જામે છે પણ તેના પાત્રને વધારે નિખારવાની જરૂર હતી. ફિલ્મમાં સૌરભ શુક્લા અને રામ કપૂર પણ છે પણ ઓછા સ્ક્રીનપ્લેના કારણે તેમના પાત્ર વેડફાઇ જાય છે. કુલ મળી આ ડ્રામાટિક ફિલ્મ છે જેમાં તમને દેખાડવામાં આવ્યું છે કે એક સામાન્ય માણસ પણ કૌભાંડી બની શકે છે.

શા માટે ફિલ્મ જોવી

હર્ષદ મહેતાના સ્કેમની સ્ટોરી તો સૌ કોઇને ખબર છે પણ છતાં અભિષેક બચ્ચનના પર્ફોમન્સ માટે આ ફિલ્મ જોઇ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp