26th January selfie contest

ભગવાન શિવ વિશે આપત્તિજનક વાત, સેક્સ સીન્સ...ટ્રેલર બાદ 'ધ કેરળ સ્ટોરી' વિવાદમાં

PC: twitter.com

ઈસ્લામિક જિહાદ પર બનેલી ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ને યુટ્યુબ પર 6 કલાકમાં 2.6 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. કમેન્ટ સેક્શનમાં ઘણા લોકોએ લખ્યું કે તેઓ શોક્ડ છે. તો લોકો એમ પણ લખી રહ્યા છે કે આ પ્રકારની કહાનીઓ સામે આવવી જોઈએ. ફિલ્મના ટ્રેલરમાં ઘણા એવા સીન્સ દેખાડવામાં આવ્યા છે જે વિવાદિત શ્રેણીમાં રાખી શકાય છે. હિન્દુ ભગવાનની નિંદા, ઇસ્લામ માનવા માટે છોકરીઓનું બ્રેનવોશ કરવાની રીત અને કેટલાક વિચલિત કરી દેનારા સીન્સ પણ છે.

ફિલ્મને સત્ય ઘટનાઓ પર આધારિત બતાવવામાં આવી રહી છે. તેમાં શાલિનીના ફાતિમા બનવાની કહાની દેખાડવામાં આવી છે, જેનું બ્રેનવોશ કરીને ISIS આતંકી બનાવી દેવામાં આવે છે. આ અનુસંધાને પહેલું સીન નજરે પડે છે, જેમાં માથા પર દુપટ્ટો ઓઢીને એક છોકરી બાકી છોકરીઓને કહે છે કે, આ દુનિયાને માત્ર અલ્લાહ ચલાવે છે. ઓનલી અલ્લાહ. હોસ્ટેલમાં નમાજ વાંચતી છોકરીની નકલ કરતી બીજા ધર્મની છોકરીઓ પણ દેખાડવામાં આવે છે.

ત્યારબાદ એક વ્યક્તિ બોલે છે. તેમને નજીક લાવો, પરિવારથી જુદી કરો, શારીરિક સંબંધ બનાવો, જરૂરિયાત પડવા પર તેમને પ્રેગ્નેન્ટ કરી દો અને વહેલી તકે આગામી મિશન માટે અમને હેન્ડઓવર કરો. ત્યારબાદ એક મુસ્લિમ છોકરી સાથે કેન્ટિનમાં ખાવાનું ખાઈ રહેલી 3 છોકરીઓ વાત કરે છે. છોકરી પૂછે છે કે તે કહ્યું નહીં કે તું કયા ભગવાનને માને છે? બીજી છોકરી જવાબ આપે છે મને લાગે છે કે શિવ મોટા ભગવાન છે. બુરખો પહેરેલી છોકરી બોલે છે જે ભગવાન પોતાની પત્નીના મરવા પર કોમનમેનની જેમ રડે છે, એ ભગવાન કેવી રીતે હોય શકે છે.

ત્યારબાદ છોકરીઓ સાથે છેડછાડનું એક સીન દેખાડવામાં આવે છે. છોકરીના કપડાં ફાડી દેવામાં આવે છે. તે હોસ્ટેલમાં રડે છે તો બીજી છોકરીઓ સમજાવે છે, હિજાબ પહેરવાથી કોઈ પણ છોકરી સાથે ન તો ક્યારેય રેપ થાય છે અને ન તો છેડછાડ થાય છે કેમ કે અલ્લાહ તેમને પ્રોટેક્ટ કરે છે. તેના પર છેડવામાં આવેલી છોકરી રડીને બોલે છે કે તમારો કહેવાનો અર્થ છે કે માત્ર અલ્લાહ રક્ષા કરે છે? ત્યારબાદ માસૂમ છોકરીઓને છોકરીઓ છોકરાઓ સાથે મળાવે છે. તેઓ છોકરીઓને પ્રેમ જાળમાં ફસાવે છે.

ફિઝિકલ રિલેશન બનાવે છે અને લગ્ન થઈ જાય છે. શાલિની ફાતિમા બની જાય છે. ટ્રેલરમાં લોહિયાળ અને વિચલિત કરનાર સીન્સ પણ છે. યુટ્યુબ પર તેને ઘણા બધા રીએક્શન મળી રહ્યા છે. એક વ્યૂઅરે લખ્યું કે, હું કેરળથી છું અને આ કહાની સાચી છે. વધુ એક રીએક્શન છે, હું પૂરી રીતે શોક્ડ છું. ટીમ કોઈ હોબાળા વિના બધુ શૂટ કેવી રીતે કરી શકી. એક યુઝરે લખ્યું કે, ફિલ્મની ટીમે ખૂબ સાહસ દેખાડ્યું છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે, મારા રૂવાટા ઊભા થઈ ગયા કેમ કે કેરળની છોકરીએ મને આ જ સ્ટોરી સંભળાવી હતી, જ્યારે અમે UAEમાં કામ કરતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp