ગુજરાતી હોરર કોમેડી ફિલ્મ ફાટી ને? ની ટીમે ફિલ્મની રસપ્રદ વાતો શેર કરી

PC: Khabarchhe.com

સુરત, 27 જાન્યુઆરી, 2025– દર્શકો જેની આતુરતા રાહ જોઇ રહ્યાં છે તે અકમિંગ ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ ફાટી ને? ની ટીમ પોતાની સાથે મોજ-મસ્તી અને ઉત્સાહના એક ડોઝ સાથે સુરત શહેરની મુલાકાતે પહોંચી હતી. ફિલ્મના કલાકારો અને ક્રૂએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફિલ્મ વિશે, પ્રોડક્શન દરમિયાનના તેમના અનુભવો વિશે દર્શકો શું અપેક્ષા રાખી શકે છે તેને લઇને મહત્ત્વના પાસાઓ પર ચર્ચા કરી હતી.

આ તકે, બન્ને મુખ્ય કલાકારો, રૂપેરી પડદે પોતાના જાદુઈ અભિનય જાણીતા એક્ટર હિતુ કનોડિયા અને પેટ પકડનીને હસાવતી આ થ્રિલરમાં મુખ્ય ભૂમિકા ભજવનાર હેમિન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ટેલેન્ટેડ ડાયરેક્ટર ફૈસલ હાશમી ઉપસ્થિત રહ્યાં હતા, જેઓએ ફરી એકવાર એક એવી માસ્ટરપીસ બનાવી છે જે તમામ ઉંમરના પ્રેક્ષકોને એક અનન્ય મનોરંજન પીરસશે.

ટીમે પડદા પાછળની કેટલીક રસપ્રદ વાતોને શેર કરી હતી, જેમાં વિશેષ કરીને હોરર અને કોમેડી સ્ટોરી ધરાવતી ફિલ્મના શુટિંગ દરમિયાન કેવા નવા પડકારો આવે છે અને આ તમામ પડકારો સાથે અનહદ મજા પણ આવે છે, તેને લઇને ચર્ચા કરવામાં આવી હતી. ફિલ્મ વિશે વાત કરતા, ફૈસલ હાશમીએ જણાવ્યું, "અમે એક એવી ફિલ્મ બનાવવાનો પ્રયાસ કર્યો છે જે હોરર અને કોમેડી બંને ને સંતુલિત રીતે રજૂ કરતી હોય. અમે ઇચ્છીએ છીએ કે પરિવારો એકસાથે થિયેટરમાં આવે અને હસતા-હસતા અમે બનાવેલી રોલરકોસ્ટર રાઈડનો આનંદ માણે."

અભિનેતા હિતુ કનોડિયાએ જણાવ્યું, "ફાટી ને? ના મૂળમાં વાર્તાની માંગ પ્રમાણે સાદગી અને સાપેક્ષતાનો સાર રહેલો છે. આ એક એવી વાર્તા છે જે તમને જેટલું ડરાવશે તેટલું જ હસાવશે અને જ્યારે તમે થિયેટરમાંથી બહાર જશો ત્યારે તમારા ચહેરા પર સ્મિત રેલાતુ હશે."હેમિન ત્રિવેદીએ ઉત્સાહ સાથે પોતાની વાતચીતમાં જણાવ્યું, "સુરત હંમેશાથી આવકાર આપતું શહેર રહ્યું છે, અને અમે અહીંથી અમારી સફર શરૂ કરવાને લઇને ખૂબ જ ઉત્સાહિત છીએ. દર્શકો આ ફિલ્મ જોવા માટે થિયેટરમાં જઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવાને લઇને અમારી આતુરતા વધી ગઈ છે."

"ફાટી ને?" ફિલ્મ ફૈસલ હાશમી દ્વારા દિગ્દર્શિત અને લિખિત તેમજ ફેનિલ દવે દ્વારા લિખિત છે. એસપી સિનેકોર્પ અને સન આઉટડોર્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મનું નિર્માણ કેનસ ફિલ્મ્સ, કેશ્વી પ્રોડક્શન અને ફુલપિક્સલ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે વર્લ્ડવાઇડ ડિસ્ટ્રિબ્યૂશન રૂપમ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને એસપી સિનેકોર્પ સિનેમેટિક વેન્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે.

એક અદભૂત સિનેમેટિક એક્સપીરિયંસ પૂરો પાડતી ફાટી ને? 31 જાન્યુઆરી 2025ના રોજ વિશ્વભરના થિયેટર્સમાં રિલીઝ થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp