'પઠાણ'માં જોવા મળી આ 5 મોટી ભૂલો, ફિલ્મ જોતી વખતે તમે નહીં પકડી શકો

PC: news18.com

બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાન 4 વર્ષ બાદ મોટા પડદા પર પરત ફર્યો છે અને તેની વાપસી ધમાકેદાર કહેવામાં આવી રહી છે. હા, 25 જાન્યુઆરીએ એટલે કે આજે સુપરસ્ટારની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પઠાણ' સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે. જો કે, ફિલ્મના એડવાન્સ બુકિંગ પરથી ખબર પડી ગઈ હતી કે આ વખતે શાહરૂખ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં શાહરૂખ સાથે દીપિકા પાદુકોણ પણ જોવા મળી રહી છે, જ્યારે જ્હોન અબ્રાહમ પણ મહત્વના રોલમાં છે. ફિલ્મમાં કેટલીક ભૂલો પણ બતાવવામાં આવી છે, જે કદાચ તમે પકડી નહીં શકો, આજે અમે તમને આવી જ 5 મોટી ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ફિલ્મના એક સીનમાં શાહરૂખ અને જ્હોન બસ ઉપર લડતા રહે છે, પરંતુ આ સીનમાં શાહરૂખની હાઈટ પહેલા જ્હોન કરતા ઓછી બતાવવામાં આવી છે, પરંતુ તેના પછીના જ સીનમાં શાહરૂખ જ્હોન કરતા ઉંચો દેખાય છે. હવે આ સીન કેવી રીતે હઝમ થાય.

 

જ્હોન-શાહરુખના આ ફાઈટ સીન વચ્ચે એક વખત શાહરૂખના વાળ ટૂંકા જોવા મળે છે, પરંતુ તેના પછીના સીનમાં શાહરૂખના વાળ તેની ગરદન સુધી ઉડતા જોવા મળે છે. આટલા જલ્દી વાળ ઊગવા લાગે તો પછી શું કહેવું.

ફિલ્મમાં એક જગ્યાએ, શાહરૂખ તેની બાઇકને ઉડાવતી વખતે એક ટેન્કર પરથી પસાર થાય છે, પરંતુ તે જે પથ્થરથી તેની બાઇકને ઉડાવે છે, તેના પછીના દ્રશ્યમાં, તે પથ્થર ટેન્કરની પાછળથી ગાયબ થઈ જાય છે. આખરે કોણ હતું જેને પાછળથી પથ્થર હટાવ્યો તે વિચારવા જેવી બાબત છે.

હવે આ સીન વિશે વાત કરીએ તો, શાહરૂખ જ્યારે ટેન્કરની ઉપરથી પસાર થાય છે, ત્યારે તે ટેન્કરની ખૂબ નજીક આવે છે અને તેના પછીના સીનમાં તે ટેન્કરની અંદર બોમ્બ ફેંકતો જોવા મળે છે. એક બાજુ શાહરૂખ તેની બાઇકને હવામાં ઉડાવી રહ્યો હોય છે અને તે બંને હાથે બાઇકનું હેન્ડલ પકડી રાખે છે, તો સવાલ એ થાય છે કે બોમ્બ અચાનક તેના હાથમાં આવ્યો કેવી રીતે?

ચાલો માની લઈએ કે શાહરુખે કોઈક રીતે બોમ્બ પકડી લીધો, તો તેની બાઇકમાં ત્રણ બોમ્બ મૂકવાની જગ્યા છે, જેમ કે તમે ફોટામાં જોઈ શકો છો, એક બોમ્બ નીકળ્યા પછી પણ તેની બાઇકમાં ત્રણેય બોમ્બ દેખાય છે. હવે ભગવાન જ જાણે કે શાહરૂખ પાસે એ બોમ્બ ક્યાંથી આવ્યા, જેનાથી તેણે ટેન્કરોને ઉડાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp