ફિલ્મ માટે ભૂમિએ ઘટાડ્યું 4 મહિનામાં 21 કિલો વજન

14 Aug, 2017
09:31 AM
PC: befitandfine.com

બોલિવુડની અભિનેત્રી ભૂમિ પેડનેકરનું વજન પહેલાં વધારે હતું, 2 વર્ષ પહેલાં રીલિઝ થયેલી ફિલ્મ 'દમ લગા કે હઈશા' જોઈને તમે એ વાતનો અંદાજ લગાવી શકશો. તે ફિલ્મમાં તેણે જાડી મહિલાનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ અક્ષય કુમારની 'ટોયલેટ: એક પ્રેમ કથા'માં કામ કરવા અભિનેત્રીએ 4 મહિનામાં 21 કિલો વજન ઘટાડ્યું હતું. ભૂમિએ વજન ઘટાડવા સ્ટ્રીક્ટ ડાયટ ફોલો કર્યું હતું અને ફિલ્મમાં કામ કરવા પોતાનું વજન ઘટાડ્યું હતું.

Leave a Comment: