3.5 કરોડમાંથી ફક્ત 3 છોકરીઓ સાથે આવું થયું? હજમ નથી થતું: ટોવિનો થોમસ

PC: zoomtventertainment.com

બોલીવુડ ફિલ્મ The Kerala Story, જ્યાં એક તરફ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે અને બીજી તરફ તેના પર વિવાદ પણ થઇ રહ્યો છે. અમુક લોકો તેના સપોર્ટમાં છે તો અમુક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. હવે મલયાલી એક્ટ ટોવિનો થોમસે પણ The Kerala Story પર રીએક્શન આપ્યું છે. તેણે આ ફિલ્મ પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે, ફક્ત 3 છોકરીઓની સ્ટોરી 35 મિલિયન લોકોની વાત નથી કહેતી. તેને દરેકની સ્ટોરી બનાવીને બતાવવું ખોટી વાત છે.

મિન્નલ મુરલી ફેમ એક્ટર ટોવિનો થોમસ હાલ પોતાની લેટેસ્ટ ફિલ્મ 2018ના શિડ્યુલમાં બિઝી છે. હાલમાં જ તે તેની પ્રમોશનલ ઇવેન્ટમાં મુંબઇ પહોંચ્યો હતો. આ દરમિયાન એક્ટરે કહ્યું કે, મેં હજુ સુધી The Kerala Story ફિલ્મ નથી જોઇ. પણ હું આ ફિલ્મની ભ્રામક જાણકારીથી ચિંતામાં છું. મેં પહેલા ટ્રેલર જોયું હતું, જેના નંબર્સ પછીથી ફિલ્મ મેકર્સે બદલી દીધા હતા.

મીડિયા ઇન્ટર્વ્યુમાં ટોવિનો થોમસે The Kerala Story પર રિએક્ટ કરતા કહ્યું કે, મેં હજુ સુથી આ ફિલ્મ નથી જોઇ અને કોઇ એવા વ્યક્તિ સાથે વાત કરી છે કે, જેણે ફિલ્મ જોઇ છે. શરૂઆતમાં આ ફિલ્મે 32000 છોકરીઓના આંકડા રજૂ કર્યા હતા. ત્યાર બાદ તેમણે આ નંબરને હટાવી દીધો. પછી મેકર્સે કહ્યું કે, આ સ્ટોરી ફક્ત 3 છોકરીઓની છે. હું જેટલું જાણું છુ, કેરળમાં 3.5 કરોડ લોકો રહે છે. આ ત્રણ ઘટનાઓથી આખા રાજ્યને જનરલાઇઝ કરવું ઠીક નથી. હું કેરળમાં થયેલી ઘટનાઓથી ઇનકાર નથી કરી રહ્યો. હા, આમ થયું હશે. પણ હું પર્સનલી આ ઘટનાઓ વિશે તો નથી જાણતો.

ટોવિનોએ પોતાની વાત રાખતા આગળ કહ્યું કે, આજકાલ આપણે જે કંઇ પણ જોઇએ છીએ, તે ફેક્ટ્સ નથી પણ ઓપિનિયન હોય છે. આપણે 5 અલગ અલગ ન્યુઝ ચેનલો પર એક જ ન્યુઝને ડિફરન્ટ રીતે જોઇએ અને વાંચીએ છીએ. તો મને ખબર છે કે, આખરે ખોટું શું છે અને ખરું શું, પણ મેં આ બધા ઓપિનિયન સાંભ્ળ્યા છે. તેથી હું સત્યથી મોઢું નથી ફેરવી રહ્યો, પણ 3.5 કરોડ જનતાને ફક્ત 3 ઘટનાઓ દ્વારા જનરલાઇઝ ન કરી શકાય. જો તમે ભ્રામક જાણકારી આપી રહ્યા છો તો એ ખોટી વાત છે.

The Kerala Storyમાં યોગિતા બિહાનીથી લઇને અદા શર્મા લીડ રોલ કરી રહી છે. જેને વિપુલ અમૃતલાલ શાહે પ્રોડ્યુસ કરી છે તો સુદીપ્તો સેને ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મને મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. આમ તો જનતા દ્વારા The Kerala Storyને ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે. 5મી મેના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મે પાંચ દિવસમાં બોક્સ ઓફિસ પર 54.25 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp