ફોટોમાં જોવા મળી રહેલા આ વ્યક્તિ અમિતાભ નથી, તો કોણ છે જાણો

PC: ibtimes.co.in

અમિતાભ બચ્ચન આજકાલ જોધપુરમાં તેમની આગામી ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન'નું શૂટિંગ કરી રહ્યા છે. મંગળવારની સવાર સુધી આખી રાત શૂટિંગ કરવાને લીધે તેમની તબિયત બગડતા મુંબઈથી તેમની ડૉક્ટરોની ટીમ તેમના ઈલાજ માટે જોધપુર આવી પહોંચી હતી. પરંતુ હવે બિગ બી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. પરંતુ હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને અમિતાભની હાલના ફિલ્મની શૂટિંગ વખતનો ફોટો બતાવવામાં આવી રહ્યો છે.

ફોટામાં જોવા મળતી વ્યક્તિ અમિતાભ જેવી જ દેખાઈ રહી છે. પહેલી વખત આ ફોટાને જોનાર કોઈ પણ ભૂલ કરી બેશે તેવો છે. આ ફોટા પર રસપ્રદ રિએક્શન આવી રહ્યા છે. પરંતુ આ ફોટો અમિતાભનો નથી તે એક અફઘાની રેફ્યુજીનો છે. સ્ટીવ મેકકરી નામના ફોટોગ્રાફરે આ ફોટો પોતાના Instagram પર મૂક્યો છે. આ ફોટા સાથે જોડાયેલી બધી માહિતી તમને અહીં મળી જશે. આ ફોટો 68 વર્ષના શાહબાઝ નામના વ્યક્તિનો છે.

આ ફોટો 1981માં પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ક્લિક કરવામાં આવ્યો હતો. તેમની વેબસાઈટ પર પણ આ ફોટો જોવા મળશે. આ ફોટાને સ્ટીવના જાણીતા ફોટામાંનો એક ગણવામાં આવે છે. અમિતાભની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ની સ્ટોરી 1839ની નવલકથા ‘કન્ફેશન્સ ઓફ અ ઠગ’ પર આધારિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp